Diwali-Fire/ બિહારમાં દિવાળીની રાત્રે આગની દુર્ઘટનામાં કરોડોની સંપત્તિ થઈ રાખ

સિવાન જિલ્લાના એમએચ નગર હસનપુરા પોલીસ સ્ટેશનના હસનપુરા માર્કેટ સ્થિત શિલા માર્કેટમાં દિવાળીની રાત્રે આગની દુર્ઘટના બની. આ આગ ફટાકડા ફોડવાથી લાગી હતી. આગ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર ટીમ ઘટનાસ્થળે પંહોચી હતી.

Top Stories India
YouTube Thumbnail 93 2 બિહારમાં દિવાળીની રાત્રે આગની દુર્ઘટનામાં કરોડોની સંપત્તિ થઈ રાખ

બિહારમાં દિવાળીના દિવસે મોટી દુર્ઘટના બનવા પામી. સિવાન જિલ્લાના એક મુખ્ય બજારમાં ફટાકડા ફોડવાથી આગની દુર્ઘટના બની. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીરપણે ઘાયલ થયા તો દોઢ ડઝનથી વધુ લોકો દાઝી ગયા. સિવાનમાં બનેલ આગ દુર્ઘટનામાં સંપત્તિને બળીને રાખ થતા કરોડોનું નુકસાન થયું.

સિવાન જિલ્લાના એમએચ નગર હસનપુરા પોલીસ સ્ટેશનના હસનપુરા માર્કેટ સ્થિત શિલા માર્કેટમાં દિવાળીની રાત્રે આગની દુર્ઘટના બની. આ આગ ફટાકડા ફોડવાથી લાગી હતી. આગ દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર ટીમ ઘટનાસ્થળે પંહોચી હતી. ત્યાં સુધીમાં આગની દુર્ઘટનાએ ગંભીર સ્વરૂપ લીધું હતું. જો કે ફાયર ટીમના માણસોની સાથે સ્થાનિક લોકો આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા. જેમાં અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તો કેટલાક લોકોને ઇજા પંહોચી હતી. ઘાયલ લોકોમાં કેટલાક સ્થાનિક માણસો ઉપરાંત આગ ઓલવવા પહોંચેલા 4 ફાયર ફાઈટર અને સ્થાનિક પોલીસ સ્ટેશનના એક જમાદારનો પણ સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે જે લોકોની હાલત ગંભીર છે તેમને વધુ સારવાર અર્થે ગોરખપુર મોકલવામાં આવ્યા છે.

આગ દુર્ઘટનામાં દાઝી ગયેલા અને ઘાયલ લોકો અલગ અલગ જગ્યાએ સારવાર લઈ રહ્યા છે. શિલા માર્કેટમાં લાગેલ આગ દુર્ઘટનામાં ઘણા કલાકોની મહેનત બાદ કાબૂ મેળવી શકાયો હતો, ત્યાં સુધીમાં પાંચ જેટલી દુકાનો સંપૂર્ણપણે રાખ થઈ ગઈ હતી. ફટાકડાના કારણે મોટી આગ દુર્ઘટના બનવા પાછળનું કારણ એવું કહેવામાં આવે છે કે ત્યાં પેટ્રોલ અને  ડીઝલની દુકાન પણ કાર્યરત હતી. જેના કારણે ફાયર બ્રિગેડના કર્મીઓ પેટ્રોલિયમ પેદાશમાં વિસ્ફોટ થતાં દાઝી ગયા હતા. આગની દુર્ઘટના બની તે સ્થાન હસનપુરાના શિલા માર્કેટમાં કુલ પાંચ દુકાનો હતી. જે સંપૂર્ણપણે બળીને રાખ થતા મોટું નુકસાન થયું.


whatsapp ad White Font big size 2 4 બિહારમાં દિવાળીની રાત્રે આગની દુર્ઘટનામાં કરોડોની સંપત્તિ થઈ રાખ


આ પણ વાંચો : World Cup 2023/ રવિન્દ્ર જાડેજાએ વર્લ્ડ કપમાં બનાવ્યો મોટો રેકોર્ડ, તોડ્યો આ પૂર્વ ભારતીય દિગ્ગજનો રેકોર્ડ

આ પણ વાંચો : Israel Hamas War/ ‘યુદ્ધ વચ્ચે ગાઝા માસૂમોનું કબ્રસ્તાન બની રહ્યું છે’, WHOએ વ્યક્ત કરી ચિંતા

આ પણ વાંચો : Uttarakhand/ ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા મજૂરો સાથે થયો સંપર્ક, રેસ્ક્યુ ટીમને આપ્યા સંકેત