Misbehavior in Indigo Flight: દિલ્હીથી પટના આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં (Indigo Flight) નશામાં ધૂત 3 યુવકોએ એર હોસ્ટેસ અને કેપ્ટન સાથે મારપીટ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્ડિગોની ફ્લાઈટ 6E-6383એ દિલ્હીથી પટના માટે ઉડાન ભરી હતી. દિલ્હીથી જ ફ્લાઈટમાં 3 યુવકો નશામાં ધૂત થઈ ગયા હતા.ફ્લાઈટની અંદર આ યુવકોએ મુસાફરો સાથે ગેરવર્તણૂક શરૂ કરી દીધી હતી. જ્યારે એર હોસ્ટેસ અને કેપ્ટને તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો તો તેઓ ઝઘડો કરવા લાગ્યા. પાયલોટે પટનાના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આ અંગે લેખિત ફરિયાદ કરી છે. ફ્લાઇટ રવિવારે રાત્રે 8.55 કલાકે પટના એરપોર્ટ પહોંચી હતી.
ફ્લાઈટમાં (Misbehavior in Indigo Flight) ચઢતાની સાથે જ ત્રણેય યુવકોએ ભારે હંગામો મચાવ્યો હતો. જ્યારે ફ્લાઈટની (Indigo Flight) અંદર હાજર એર હોસ્ટેસે સમજાવવાનો પ્રયાસ કર્યો તો નશામાં ધૂત આ યુવકોએ એર હોસ્ટેસ સાથે ગેરવર્તૂણ કરી હતી. આ યુવકો નશામાં હોવાથી ફલાઇટમાં ભારે હંગામો મચાવ્યો હતો. આ ત્રણ યુવકો બિહારના રહેવાસી છે. જેમાં એકનું નામ રોહિત કુમાર, બીજાનું નામ નીતિન કુમાર અને ત્રીજાનું નામ પિન્ટુ કુમાર છે.
દિલ્હીથી ફ્લાઈટ ટેકઓફ થતાં જ તેઓએ અંદરથી હંગામો મચાવ્યો હતો. જેના કારણે ફ્લાઇટમાં અન્ય મુસાફરોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ પાયલટે એરપોર્ટ ઓથોરિટી અને CISFને જાણ કરી હતી. એરપોર્ટ પર બહાર નીકળતા પહેલા તેઓને રોકવામાં આવ્યા હતા. ત્રણેય જણા પોતાને એક રાજકીય પક્ષ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના ખાસ વ્યક્તિ સાથે સંકળાયેલા હોવાનું કહેવા લાગ્યા.જોકે, આ દરમિયાન ત્રીજો સાગરિત પિન્ટુ તક જોઈને નાસી છૂટ્યો હતો. જ્યારે CISF દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.મોડી રાત્રે જ ફ્લાઈટના કેપ્ટને આ મામલે લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસ રોહિત અને નીતિનની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.