Westbengal News : બંગાળના સિલિગુડીમાં સોમવારે સવારે કંચનજંગા એક્સપ્રેસ અકસ્માત થતા અન્ય ટ્રેનો પર પણ અસર જોવા મળી. ટ્રેન કોલકાતાના સિયાલદાહ સ્ટેશન જઈ રહી હતી અને સિલીગુડીના રંગપાની વિસ્તારમાં માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ બોગીઓ એકબીજા ઉપર ચઢી ગયા છે. આ દુ:ખદ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ અકસ્માત બાદ 19 ટ્રેનો રદ કરવામાં આવી છે.
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માત અંગે પોસ્ટ કરતા કહ્યું કે, NFR ઝોનમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. રેલવે મંત્રી પણ થોડા સમય બાદ ઘટનાસ્થળે પહોંચશે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઘટના સ્થળની મુલાકાત લેશે.
#WATCH | West Bengal: Railways Minister Ashwini Vaishnaw to shortly visit the Kanchenjunga Express train accident site in Darjeeling district. pic.twitter.com/wmAti3z2MV
— ANI (@ANI) June 17, 2024
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન મોદીએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન કાર્યાલયે અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. PMOએ X પર પોસ્ટ કર્યું, “PM નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી મૃતકોના પરિવાર માટે 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ સિવાય ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના બાદ રદ કરાયેલી ટ્રેનોની યાદી
19602 ન્યૂ જલપાઈગુડી-ઉદયપુર સિટી વીકલી એક્સપ્રેસ
20503 ડિબ્રુગઢ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ
12423 ડિબ્રુગઢ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ
01666 અગરતલા-રાની કમલાપતિ વિશેષ ટ્રેન
12377 સિયાલદાહ-ન્યૂ અલીપુરદ્વાર પદિક એક્સપ્રેસ
06105 નગરકલ જંકશન-ડિબ્રુગઢ સ્પેશિયલ
20506 નવી દિલ્હી-ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ
12424 નવી દિલ્હી-ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ
22301 હાવડા-નવી જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસ
12346 ગુવાહાટી-હાવડા સરાઈઘાટ એક્સપ્રેસ
12505 કામાખ્યા-આનંદ વિહાર નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ
12510 ગુવાહાટી-બેંગ્લોર એક્સપ્રેસ
22302 નવી જલપાઈગુડી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ
15620 કામાખ્યા-ગયા એક્સપ્રેસ
15962 ડિબ્રુગઢ-હાવડા કામરૂપ એક્સપ્રેસ
15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ
15930 નવી તિનસુકુલા-તંબરમ એક્સપ્રેસ
13148 52 બામનહાટ-સિયાલદાહ ઉત્તર બંગા એક્સપ્રેસ
22504 દિબ્રુગઢ-કન્યાકુમારી એક્સપ્રેસ
ટ્રેન દુર્ઘટના પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ X પર પોસ્ટ કરીને કહ્યું, “અકસ્માતના દ્રશ્યો દર્દનાક છે. અમે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે દુઃખની આ ઘડીમાં તે દરેક પ્રત્યે અમારી એકતા અને સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.”
આ પણ વાંચો: PM મોદીની પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાત પર કેરળ કોંગ્રેસે ટીપ્પણી કર્યા બાદ માંગી માફી
આ પણ વાંચો: કોંગ્રેસના બે મુખ્યમંત્રીઓ રાહુલ ગાંધીને મનાવવા પ્રયાસ કરી રહ્યા છે
આ પણ વાંચો: પ્રધાનમંત્રી આવતીકાલે વારાણસીમાં પીએમ-કિસાન યોજનાનાં 17મા હપ્તાનું વિમોચન કરશે