સલમાન ખાન વારંવાર તેના ખાસ મિત્રોને સરપ્રાઇઝ ગિફ્ટ મોકલતો રહે છે. આ વખતે તેણે દબંગ 3 ના વિલન કિચ્ચા સુદીપને આ સરપ્રાઇઝ આપ્યું છે. સલમાને કન્નડ સ્ટારને BMW M5 ગિફ્ટ કરી છે. આ ગિફ્ટ મળ્યા બાદ કિચ્ચાએ સોશિયલ મીડિયા પર સલમાન ખાન માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે.
કિચ્ચાએ સલમાન ખાન સાથે કારમાં બેસીને ઘણી તસવીરો શેર કરી છે અને લખ્યું કે, હમેશા સારું ત્યારે જ થાય છે જ્યારે તમે કઈ સારું કરો છો. સલમાન સરે મને આ લાઇન પર વિશ્વાસ કરવા પર મજબૂર કર્યો જ્યારે આ સરપ્રાઈઝ તેમની સાથે મારા પર આવ્યું. BMW M5 એક સુંદર ભેટ. મને અને મારા પરિવારને ખૂબ પ્રેમ આપવા બદલ સરનો આભાર. તમારી સાથે કામ કરવાનો સન્માનની વાત છે અને તમે અમને મળવા માટે આવ્યા.
આપને જાણવી દઈએ કે દબંગ 3 ની રજૂઆત પછી સલમાન ખાને કિચ્ચાને પોતાનો એક ખાસ જેકેટના કલેક્શનમાંથી એક જેકેટ કિચ્ચાને આપ્યું હતું.કિચ્ચા સુદીપે આ જેકેટનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
દબંગ 3 ની વાત કરીએ તો આ ફિલ્મે અત્યાર સુધીમાં 137 કરોડની કમાણી કરી છે. દબંગ 3 માં સલમાન ખાન સિવાય કિચ્ચા સુદીપ, સોનાક્ષી સિન્હા અને સાંઇ માંજરેકર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. હવે સલમાન ખાન 2020 ની ઇદ પર ‘રાધે’ લઈને આવી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.