dating/ લલિત મોદીએ સુષ્મિતા સેનને કેમ કહી ‘બેટર હાફ’ શું બન્નેએ કરી લીધા છે લગ્ન જાણો..

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ફરી એકવાર પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં આવી છે. સુષ્મિતા સેન રોહમન શૉલ સાથેના બ્રેકઅપને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતી

Trending Entertainment
1 1 5 લલિત મોદીએ સુષ્મિતા સેનને કેમ કહી ‘બેટર હાફ’ શું બન્નેએ કરી લીધા છે લગ્ન જાણો..

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ફરી એકવાર પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં આવી છે. સુષ્મિતા સેન રોહમન શૉલ સાથેના બ્રેકઅપને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતી. રોહમન સાથેના બ્રેકઅપ બાદ હવે સુષ્મિતા લલિત કુમાર મોદીને ડેટ કરી રહી છે. લલિત મોદીએ પોતે માહિતી આપી છે કે તે અને સુષ્મિતા એકબીજાને ડેટ કરી રહ્યા છે.

ખરેખર, લલિતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બે ટ્વિટ કર્યા છે. પહેલા ટ્વીટમાં લલિતે સુષ્મિતાને ‘બેટર હાફ’ ગણાવતા એક સુંદર કેપ્શન લખ્યુ હતું, જેના પછી લોકો અનુમાન લગાવવા લાગ્યા કે બંનેએ લગ્ન કરી લીધા છે. પહેલા ટ્વીટમાં લલિતે લખ્યું હતું કે, ‘પરિવાર સાથે માલદીવ, સારડિનિયા ટૂર પૂરી કરીને લંડન પરત. મારી બેટર હાફ સુષ્મિતા સેન સાથે નવી શરૂઆત..છેવટે નવું જીવન. આજે હું ચંદ્ર પર છું.

લલિતનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયું અને લોકોએ માની લીધું કે બંનેએ લગ્ન કરી લીધા છે. જો કે આ ટ્વીટ બાદ લલિતે પોતાના ઓફિશિયલ ટ્વિટર પર અન્ય એક ટ્વિટમાં સ્પષ્ટતા કરી હતી કે તેણે લગ્ન કર્યા નથી, પરંતુ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

જો કે, લલિત મોદીએ તેમના આગામી ટ્વીટમાં સ્પષ્ટ કર્યું કે બંનેએ લગ્ન કર્યા નથી, પરંતુ એકબીજાને ડેટ કરી રહ્યા છે. લલિત મોદીએ લખ્યું, ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે લગ્ન કર્યા નથી… માત્ર એકબીજાને ડેટ કરી રહ્યા છીએ. એક દિવસ એ પણ થશે.