Accident/ તમિલનાડુના ત્રિચીમાં ગમખ્વાર અકસ્માત થતા પાંચ લોકોના મોત

તમિલનાડુના ત્રિચી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. વાયમ્બટ્ટી નજીક નેશનલ હાઈવે પર બસ અને કાર વચ્ચે અથડામણમાં પાંચ લોકોના મોત થયા છે

Top Stories India
5 1 19 તમિલનાડુના ત્રિચીમાં ગમખ્વાર અકસ્માત થતા પાંચ લોકોના મોત

તમિલનાડુના ત્રિચી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. વાયમ્બટ્ટી નજીક નેશનલ હાઈવે પર સરકારી બસ અને કાર વચ્ચે અથડામણમાં પાંચ લોકોના મોત થયા છે. વ્હીલ ફાટવાને કારણે કાર બેકાબૂ બની હતી અને સરકારી બસ સાથે અથડાઈ હતી. કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 34 લોકો ઘાયલ થયા હતા. ત્રિચી જિલ્લાના પોલીસ અધિક્ષક સુજીત કુમારે આ માહિતી આપી હતી. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે  ત્રિચીમાં વયમબટ્ટી પાસે નેશનલ હાઈવે પર સરકારી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા. આ ઠોકર બાદ બસ રોડની બાજુમાં પલટી ગઈ હતી. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સામાન્ય લોકોની મદદથી ઘાયલોને બચાવીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. (તમિલનાડુમાં બસ અને કારની ટક્કર) તમામ મૃતદેહો પણ મળી આવ્યા છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે સાથે જ કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તમામ મૃતકો કાર સવાર હતા.