Accident/ ઇડર-હિંમતનગર રોડ પર અકસ્માતમાં બાળક સહિત ચારનાં મોત

અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની…….

Gujarat Top Stories Others Breaking News
Image 2024 06 07T090119.431 ઇડર-હિંમતનગર રોડ પર અકસ્માતમાં બાળક સહિત ચારનાં મોત

Sabarkantha: સાબરકાંઠાના ઈડર-હિંમતનગર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા બાળક સહિત 4નાં મોત નિપજ્યા છે. તેમજ અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મોડી રાત્રે સાબરકાંઠા જીલ્લાના ઈડર-હિંમતનગર રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક બાળક સહિત 4 લોકો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા છે તેની માહિતી મળી છે. હિંમતનગરથી નેત્રામલી જતી કારનો અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે જતી કાર સામે પથ્થર ભરેલું ડમ્પર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે.

WhatsApp Image 2024 06 07 at 9.02.26 AM ઇડર-હિંમતનગર રોડ પર અકસ્માતમાં બાળક સહિત ચારનાં મોત

અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનો હાહાકાર, 13 જ દિવસમાં 72નાં મોત

આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ