બેંગલુરુ/ નારાજ પ્રેમિકાને માનવતા કોન્સ્ટેબલે પોતાના પર છાંટ્યું પેટ્રોલ તો યુવતીએ ચાપી દીધી દીવાસળી

એક પોલીસ કોન્સ્ટેબલને તેની પ્રેમિકાએ આગ ચાંપી દીધી હતી. પોલીસે ગુરુવારે જણાવ્યું કે ઘાયલ પોલીસકર્મીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું.

Top Stories India
YouTube Thumbnail 2023 12 21T184537.600 નારાજ પ્રેમિકાને માનવતા કોન્સ્ટેબલે પોતાના પર છાંટ્યું પેટ્રોલ તો યુવતીએ ચાપી દીધી દીવાસળી

કર્ણાટકના બેંગલુરુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પોલીસ કોન્સ્ટેબલને તેની પ્રેમિકાએ આગ ચાંપી દીધી હતી. પોલીસે ગુરુવારે જણાવ્યું કે ઘાયલ પોલીસકર્મીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. મૃતકની ઓળખ સંજય તરીકે થઈ છે અને તે હોમગાર્ડ રાની સાથે પ્રેમ સંબંધમાં હતો. બંને બેંગલુરુના બસવાનાગુડી પોલીસ સ્ટેશનમાં કામ કરતા હતા.

તાજેતરમાં રાની સંજયથી દૂર રહેવા લાગી હતી. સંજયે અન્ય વ્યક્તિ સાથે તેણીની ચેટ અને કોલ જોયો. બુધવારે જ્યારે સંજય રાનીને સમજાવવા ગયો ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હાથમાં પેટ્રોલ લઈને સંજયે ધમકી આપી હતી કે જો તેણીએ સમાધાન કરવાનો ઇનકાર કર્યો તો તે પોતાને આગ લગાવી દેશે. ત્યારબાદ તેણે પોતાના પર પણ પેટ્રોલ ઠાલવ્યું હતું. તે જ સમયે રાનીએ માચીસની દીવાસળી  સળગાવી અને તેને આગ લગાડી. બાદમાં પરિસ્થિતિ ગંભીર બનતી જોઈ રાનીએ પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને સંજયને બાઇક પર વિક્ટોરિયા હોસ્પિટલ લઈ ગયો હતો. પરંતુ ગુરુવારે વહેલી સવારે સંજયનું મોત થયું હતું.

સંજયના પરિવારનું કહેવું છે કે રાનીએ જાણીજોઈને તેને આગ લગાડી જેના કારણે તેનું મૃત્યુ થયું. પોલીસના જણાવ્યા અનુસાર, પોતાનો એક પરિવાર હોવા છતાં સંજય રાની સાથે સંબંધમાં હતો. પુટ્ટેનહલ્લી પોલીસે ઘટના સંદર્ભે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી

આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ બંધક બનાવેલી મહિલાને અભયમ ટીમે બચાવી