AMC/ અમદાવાદીઓ માટે સારા સમાચાર, નાગરિક સુવિધા કેન્દ્રના સમયમાં કરાયો વધારો

અમદાવાદીઓની સુવિધામાં વધારો થયો છે. શહેરના રહીશોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી નાગરિક સુવિધા કેન્દ્રના સાંજના સમયમાં બેથી અઢી કલાક સુધીનો વધારો કરવામાં આવ્યો.

Top Stories Gujarat
YouTube Thumbnail 25 અમદાવાદીઓ માટે સારા સમાચાર, નાગરિક સુવિધા કેન્દ્રના સમયમાં કરાયો વધારો

અમદાવાદીઓની સુવિધામાં વધારો થયો છે. શહેરના તમામ નાગરિક સુવિધા કેન્દ્રના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.  શહેરના રહીશોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી નાગરિક સુવિધા કેન્દ્રના સાંજના સમયમાં બેથી અઢી કલાક સુધીનો વધારો કરવામાં આવ્યો. સરકારી સુત્રોના જણાવ્યા મુજબ શહેરમાં કુલ 58 જેટલા સિવિક સેન્ટર્સ આવેલા છે. આ તમામ સેન્ટર્સ અત્યાર સુધી સાંજે 4:30 વાગ્યે બંધ થઈ જતા હતા. પરંતુ નાગરિકોની મહત્વની કામગીરીમાં બાધારૂપ બનતા સમયના અવરોધને દૂર કરવાનો નિર્ણય લેવાતા સિવિક સેન્ટર્સનો સમય વધારી સાંજે 7.00 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો.

નાગરિકો પ્રોપર્ટી ટેક્સ, જન્મ મરણ સર્ટિફિકેટ, ગુમાસ્તા ધારા સહિતના સર્ટિફિકેટ્સ જેવા મહત્વના કામો માટે સિવિક સેન્ટર્સની મુલાકાત લેતા હોય છે. પરંતુ સમયના અભાવે તેમણે આ કામો માટે કચેરીઓના વધુ ધક્કા ખાવા પડે છે. તેમજ પડતી મુશ્કેલીઓની ફરિયાદ માટે પણ તેઓ ચોક્કસ સમય ના ફાળવી શકતા તેમની ફરિયાદ મહાનગરપાલિકા સુધી નહોતી પંહોચતી. અનેક વખત નાગરિકો દ્વારા આ મામલે મનપાને ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ ફરિયાદરૂપી માંગ ઉઠતી શહેરના સિવિક સેન્ટર્સના કામના સમયમાં વધારો કરવામાં આવ્યો.

અમદાવાદ મહાનગરપાલિકાની 7 ઝોનલ ઓફિસ સહિત અલગ અલગ વિસ્તારોમાં 58 જેટલા સિવિક સેન્ટર્સ છે. જે હવે સવારે 9:30 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. શહેરના તમામ સિવિક  સેન્ટર્સમાં શહેરની હદ નક્કી કરતી સરહદરેખાનું નિર્માણ કરવું, જાહેર રસ્તાઓ અને સ્થળોની સાફ-સફાઈ કરવી તથા સુએઝ સેવાઓ, પાણીની સુવીધા પૂરી પાડવી, ગટરવ્યવસ્થા, અગ્નિશામક સેવાઓ, આરોગ્યને લગતી તબીબી અને વૈધકીય સેવાઓ પુરી પાડવી, સડકની પ્રકાશ-વ્યવસ્થા, સ્મારકો અને જાહેર સ્થળોની જાણવણી, સડકો અને ઘરોની ઓળખ, જાહેર બજાર અને કતલખાનાનુ બાંધકામ અને સંપાદન, અંતિમવિધિ માટેના સ્થાન અને સ્મશાનની જાણવણી, સડકોનુ બાંધકામ અને જાળવણી કરવી, સ્ટ્રીટલાઇટ, પ્રાથમિક શિક્ષણ અને જાહેર પરિવહન જેવા મામલાની કામગીરી કરવામાં આવે છે.

સિવિક સેન્ટરો સાંજે 4.30 વાગ્યે બંધ થઈ જાય છે. જેના કારણે ખાસ કરીને નોકરીમાં વ્યસ્ત લોકોને તેમના કામોની પતાવટ માટે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ જ બાબતોને ધ્યાનમાં રાખી સિવિક સેન્ટર્સના સમયમાં વધારો કરવામાં આવ્યો. નાગરિકોને આ બાબતની માહિતી મળે માટે બોર્ડ લગાવવાના પણ આદેશ કરાયા છે. શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલ પે એન્ડ પાર્કિંગ માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. આ સ્થાન માટે વાહનોના ભાડાની વિગત તેમજ જે-તે સ્થાન પરના કોન્ટ્રાક્ટરના નામ સહિત બોર્ડ લગાવવાને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઉપરાંત શહેરના તમામ વોર્ડમાં મહિનામાં વોર્ડ કમિટીની બેઠક યોજીને નાયબ મનપા કમિશ્નરને મોનિટરિંગ કરવાની સૂચના આપવા સાથે મોનિટરિંગનો રિપોર્ટ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવાના આદેશ પણ કરાયા છે.