Good news for ITR filers/  ITR ફાઈલ કરનારા કરોડો લોકો માટે સારા સમાચાર, CBDTની આ જાહેરાતથી તમે પણ થઈ જશો ખુશ

સીબીડીટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે વેબસાઈટમાં નવા ફીચર્સ અને ફંક્શન્સ સાથે ‘મેગા મેનૂ’ આપવામાં આવ્યું છે. નવી સુધારેલી વેબસાઈટ CBDT ચેરમેન નીતિન ગુપ્તા દ્વારા ઉદયપુરમાં ઈન્કમ ટેક્સ ડિરેક્ટોરેટ દ્વારા આયોજિત ‘ચિંતન શિવિર’ ખાતે લોન્ચ કરવામાં આવી હતી.

Business
new website of income tax filing

જો તમે પણ એવા કરોડો લોકોમાંથી છો જે દર વર્ષે ITR ફાઈલ કરે છે, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 26 ઓગસ્ટ, 2023 ના રોજ આવકવેરા વિભાગની સુધારેલી રાષ્ટ્રીય વેબસાઇટ ( https://incometaxindia.gov.in) શરૂ કરી છે . નવી વેબસાઈટ પહેલા કરતા વધુ યુઝર ફ્રેન્ડલી હોવાનું કહેવાય છે. આમાં કરદાતાઓને નવી સુવિધાઓ સાથે જોડવા માટે મેગા મેનુનો વિકલ્પ ઉપલબ્ધ થશે. નવી વેબસાઈટ મોબાઈલ રિસ્પોન્સિવ લેઆઉટ અનુસાર તૈયાર કરવામાં આવી છે.

રિસ્પોન્સિવ લેઆઉટના હિસાબથી ડીઝાઇન કરવામાં આવ્યું

સીબીડીટી દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે આ વેબસાઈટને મોબાઈલ રિસ્પોન્સિવ લેઆઉટ અનુસાર ફરીથી ડિઝાઈન કરવામાં આવી છે. CBDTએ કહ્યું કે, વેબસાઈટમાં નવા ફીચર્સ અને ફંક્શન્સ સાથે ‘મેગા મેનૂ’ આપવામાં આવ્યું છે. નવી સુધારેલી વેબસાઈટ ઉદયપુરમાં ઈન્કમ ટેક્સ ડિરેક્ટોરેટ દ્વારા આયોજિત ‘ચિંતન શિવિર’ ખાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના અધ્યક્ષ નીતિન ગુપ્તા દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ વેબસાઈટ પર ટેક્સ અને અન્ય સંબંધિત માહિતી પણ ઉપલબ્ધ હશે.

યુઝર ફ્રેન્ડલી વેબસાઇટથી ઓછો સમય લેશે

આવકવેરા વિભાગની સુધારેલી રાષ્ટ્રીય વેબસાઇટની રજૂઆત કરદાતાઓ અને કર નિષ્ણાતો માટે ઘણા ફાયદા લાવી છે. વેબસાઈટ પર ઈન્ટરફેસ અને સરળ નેવિગેશન વપરાશકર્તાઓ માટે ટેક્સ ફોર્મ, વિભાગો અને માહિતી શોધવાનું સરળ બનાવશે. આનો ફાયદો એ થશે કે યુઝર ઓછો સમય લેશે. તેનાથી ટેક્સ સમજવામાં અને સરળતાથી ચૂકવવામાં સરળતા રહેશે.

વેબસાઇટની મુલાકાત લેતા લોકોની સુવિધા માટે વર્ચ્યુઅલ ટૂર અને નવા બટન દ્વારા તમામ નવી સુવિધાઓ સમજાવવામાં આવી છે. તાજેતરમાં, એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે CBDT ટેક્સ રિફંડનો સમય ઘટાડીને 10 દિવસ કરવાની યોજના બનાવી રહી છે. નવી વેબસાઈટ લોન્ચ થયા બાદ આગામી સમયમાં ટેક્સ રિફંડ સિસ્ટમમાં ફેરફારની અપેક્ષા છે.

આ પણ વાંચો:September Bank Holiday/જલ્દીથી પતાવી લો આ જરૂરી કામ, સપ્ટેમ્બરમાં 16 દિવસ બંધ રહેશે બેંકો

આ પણ વાંચો:ISRO Scientist Salary/ઈસરોના વૈજ્ઞાનિકોને કેટલો મળે છે પગાર? શું શું મળે છે સુવિધાઓ? અહીં સંપૂર્ણ વિગતો જાણો

આ પણ વાંચો:ખુશખબર/હવે માત્ર 10 દિવસમાં જ આવકવેરાના રિફંડના પૈસા એકાઉન્ટમાં આવી જશે!સરકાર લાવી રહી છે નવી સિસ્ટમ,જાણો