ગુજરાતીઓને કમસેકમ હવે આજથી માવઠામાંથી રાહત મળશે, પણ હજી આ અઠવાડિયું ઠંડીનો Gujarat cold સામનો કરવા તૈયાર રહેવું પડશે, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. માવઠાના લીધે છવાયેલું ધુમ્મસ હટી ગયું છે. Gujarat Cold હવે માવઠુ ઓસરી જતા આગામી 24 કલાકમાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આના પગલે બેઠી ઠંડીનો અનુભવ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
જો કે સૌરાષ્ટ્રમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહી થાય, છતાં પણ ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેશે તેમ માનવામાં આવે છે. Gujarat Cold હવે જો ઠંડીનું પ્રમાણ એક અઠવાડિયું પણ જળવાયું તો માવઠાનો ભોગ બનેલા ખેડૂતોને ઘણી રાહત થશે. માવઠાની આગાહી પહેલાથી થઈ હોવાના લીધે કેટલાય ખેડૂતોએ પાકને કવર કરીને નુકસાન બચાવવાનો પ્રયત્ન કર્યો છે. ઘણાને તેમા સફળતા પણ મળી છે અને માવઠાના લીધે થતું નુકસાનની તીવ્રતા ઘટાડવામાં તે સફળ પણ રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવે કમોસમી વરસાદ નહી પડે અને માવઠાની પણ કોઈપણ પ્રકારની સંભાવના નથી. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી છે અને ગાંધીનગરમાં 14 ડિગ્રી છે. જ્યારે નલિયામાં સૌથી ઓછું 6.8 ડિગ્રી તાપમાન છે. તાપમાન કદાચ બહુ ન ઘટે આટલું જળવાઈ રહે તો પણ ગુજરાતીઓ બેઠી ઠંડીનો અનુભવ કરશે.
કચ્છમાં ઠંડી સૌરાષ્ટ્ર કરતાં વધારે પ્રમાણમાં અનુભવાઈ શકે છે. દરિયાકાંઠાનો અને ખુલ્લો પ્રદેશ હોવાના લીધે અહીં ઠંડી વધારે લાગી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના પર્વતીય અને મેદાની પ્રદેશોમાં ઠંડીનો વર્તારો જારી રહેશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાત જેવી ઠંડીની તીવ્રતા નહી હોય છતાં પણ ઠંડી ત્યાં અનુભવાશે.
ઉત્તર ભારતમાં જોઈએ તો જમ્મુ-કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી પડેલી ભારે હિમવર્ષાના લીધે આગામી સમયમાં સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ટાઢુ બોળ થઈ શકે છે. હાલમાં તો આ પર્વતીય વિસ્તારો બરફાચ્છાદિત કે હિમાચ્છાદિત થઈ ગયા છે. આગામી દિવસોમાં આ વિસ્તારોમાં હજી પણ હિમવર્ષા પડવાનું જારી રહે તેમ માનવામાં આવે છે. હવે જો ત્યાં હિમવર્ષા હજી પણ જારી રહે તો ઉત્તર સમગ્ર ઉત્તર ભારત આગામી દિવસોમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો સામનો કરતા જોવા મળી શકે છે. આના લીધે ઉત્તર ભારતે વધુ એક સપ્તાહ સુધી ઠંડીમાં ઠૂઠવાવું પડી શકે છે.
