IPL 2023/ મુંબઈ ઈન્ડિયન્સને હરાવી ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં,શુભમન-મોહિતનું શાનદાર પ્રદર્શન

IPL 2023ના બીજા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 62 રને હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત ફાઈનલમાં પહોંચી ગયું છે, જ્યાં તેનો મુકાબલો ટાઈટલ મેચમાં ચેન્નાઈ સામે થશે.

Top Stories India

IPL 2023ના બીજા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 62 રને હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત ફાઈનલમાં પહોંચી ગયું છે, જ્યાં તેનો મુકાબલો ટાઈટલ મેચમાં ચેન્નાઈ સામે થશે.ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 62 રને હરાવ્યું. આ રીતે હાર્દિક પંડ્યાની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ચેન્નાઇ સુપર કિંગ્સ ટકરાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઇનલ મેચ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 234 રનનો ટાર્ગેટ હતો, પરંતુ રોહિત શર્મા 18.2 ઓવરમાં માત્ર 171 રનમાં આઉટ થઈ ગયો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૂર્યકુમાર યાદવે શાનદાર ઈનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે 38 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે તિલક વર્માએ 14 બોલમાં 43 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સિવાય ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીને 20 બોલમાં 30 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિત શર્માએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. મોહિત શર્માએ 2.2 ઓવરમાં 10 રન આપીને 5 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય મોહમ્મદ શમી અને રાશિદ ખાનને 2-2 સફળતા મળી હતી. જ્યારે જોશુઆ લિટલ કેમેરોન ગ્રીનની વિકેટ લીધી હતી. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટે 233 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 20 બોલમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 129 રન બનાવ્યા હતા. જ્યારે સાઈ સુદર્શને 31 બોલમાં 43 રન બનાવ્યા હતા. આ સિવાય ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આકાશ મધવાલે સૌથી વધુ 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા

IPL 2023 ની ક્વોલિફાયર-2 મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ રહી છે. અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે 233 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 60 બોલમાં 129 રનની ઇનિંગ રમી હતી. સાંઈ સુદર્શન નિવૃત્ત થયા. સુદર્શને 43 રન બનાવ્યા હતા. હાર્દિકે 28 રનની ઝડપી ઇનિંગ રમી હતી. રાશિદ ખાને 5 રન બનાવ્યા હતા. સાહાએ 18 રનનું યોગદાન આપ્યું હતું. આકાશ મધવાલ અને પીયૂષ ચાવલાને એક-એક વિકેટ મળી હતી.