દુ:ખદ સમાચાર/ હરિયાણાના જાણીતા ગાયકનું 40 વર્ષની વયે થયું નિધન!

હરિયાણવી સિંગર રાજુ પંજાબીનું 40 વર્ષની વયે હરિયાણાની એક હોસ્પિટલમાં નિધન થયું છે. એક રિપોર્ટ અનુસાર, રાજુ પંજાબી પાછલા કેટલાક સંયથી હરિયાણાના હિસારની એક હોસ્પિટલમાં દાખલ હતા

Trending Entertainment
Haryana's famous singer passed away at the age of 40!

હરિયાણવી સિંગર રાજુ પંજાબીનું 40 વર્ષની વયે હરિયાણાની એક હોસ્પિટલમાં નિધન થયું છે. એક રિપોર્ટ અનુસાર, રાજુ પંજાબી પાછલા કેટલાક સંયથી હરિયાણાના હિસારની એક હોસ્પિટલમાં દાખલ હતા,ત્યા તેમની કમળાની સારવાર ચાલી રહી હતી. રાજુ પંજાબીના નિધનથી હરિયાણવી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ઉઠી છે.

રાજુ પંજાબીને હોસ્પિટમાથી ડિસ્ચાર્જ કર્યા બાદ ફરી તબિયત લથડી

એક રિપોર્ટ અનુસાર, કેટલાક દિવસો પહેલા રાજુ પંજાબીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની ફરી તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિંગર કેડી દેસી રોકે હોસ્પિટલના બેડ પરથી રાજુની એક તસવીર શેર કરીને લખ્યું કે,’રાજુ પાછો આવીજા’

રાજુ પંજાબીના નિધન પર સીએમ ખટ્ટરે શોક વ્યક્ત કર્યો

રાજુ પંજાબીના નિધન પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. હરિયાણાના સીએમએ પતાની ટ્વીટમાં લખ્યું હતું કે,”જાણિતા હરિયાણવી ગાયક તથા સંગીત નિર્મતા રાજુ પંજાબીજીના નિધનના દુ:ખદ સમાચાર મળ્યા છે.તેમના નિધનથી હરિયાણા મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે.ભગવાન દિવંગત આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારજનોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.”

રાજુ પંજાબીનું છેલ્લું ગીત થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું હતું

જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ રાજુ પંજાબીએ પોતાનું છેલ્લુ ગીત ‘આપશે મિલકે યારા હમકો અચ્છા લગા થા’ રિલીઝ કર્યું હતું. તેમની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પણ તેમના ગીતને લઈને છે. રાજુએ 20 ઓગસ્ટે એક વીડિયો કોલાજ શેર કર્યો હતો અને લખ્યું હતું કે,”આપશે મિલકે યારા હમકો અચ્છા લગા”. રાજુ પંજાબીએ સપના ચૌધરી સાથે એક પ્રોજેક્ટ પર કામ કર્યું હતું.

આ પણ વાંચો:fight is over!/ઝગડો ખતમ! કંગના રનૌત સાથે પેચ અપ કરશે કરણ જોહર? આપી આ હિન્ટ

આ પણ વાંચો:viral post/શું તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાએ કર્યા લગ્ન ? વાયરલ પોસ્ટે મચાવી દીધો ખળભળાટ

આ પણ વાંચો:Bigg Boss 17/આ દિવસથી શરૂ થશે ટીવી પર ‘બિગ બોસ 17’ ? સલમાન ખાનની દમદાર એન્ટ્રી માટે થઈ જાઓ તૈયાર