Supreme Court-Kavad Yatra News: સુપ્રીમ કોર્ટે કાવડ યાત્રા દરમિયાન નેમપ્લેટ લગાવવાના ઉત્તર પ્રદેશ સરકારના આદેશ પર કામચલાઉ રોક લગાવી દીધી હતી. કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશની સરકારોને પણ જવાબ આપવા માટે કહ્યું હતું. આજે સુપ્રીમ કોર્ટમાં કાવડયાત્રા-નેમપ્લેટ વિવાદ મામલે ફરી સુનાવણી હાથ ધરાશે. જો કે કાવડ યાત્રાના નેમપ્લેટના સમર્થનમાં પણ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં શા માટે નેમપ્લેટ લગાવવામાં આવે તેને લઈને સ્પષ્ટ કારણ આપ્યું હતું.
ઉત્તર પ્રદેશ સરકારે આ નિર્દેશને પડકારતી અરજીઓનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. સરકારે કહ્યું છે કે કાવડ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચલાવવા અને પારદર્શિતા જાળવવા માટે આ સૂચના આપવામાં આવી છે.
યોગી સરકારે શું કહ્યું?
ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે આ નિર્દેશ પાછળનો હેતુ માત્ર પારદર્શિતાનો છે અને યાત્રા દરમિયાન ખાવામાં આવતા ભોજનને લઈને કાવડિયાઓની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખવાનો છે, જેથી કોઈની આસ્થાને ઠેસ ન પહોંચે. યુપી સરકારે કહ્યું કે આ નોટિસમાં અલગતાનું વાતાવરણ બનાવવા માટે કંઈ નથી. ભૂતકાળમાં આવા વિવાદો સામે આવતા હોવાથી યાત્રા શાંતિપૂર્ણ રીતે યોજવા આ સૂચના આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ નેમપ્લેટના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાનું કહેવું છે કે આ મામલાને બળજબરીથી સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે પોતાને પણ આ મુદ્દે પક્ષકાર બનાવવાની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશની સરકારોને નોટિસ પાઠવી હતી અને આ આદેશ પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે આદેશો ‘કોમી અને વિભાજનકારી’ છે અને તેનો હેતુ મુસ્લિમો અને અનુસૂચિત જાતિઓને તેમની ઓળખ જાહેર કરવા દબાણ કરીને તેમને નિશાન બનાવવાનો છે, પરંતુ ભાજપે કહ્યું કે આ પગલું કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ અને યાત્રાળુઓની ધાર્મિક સ્વતંત્રતા પર આધારિત છે. ભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આજે આ મામલે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે.
આ પણ વાંચો: કારગિલ યુદ્ધમાં આ મહિલાની મહત્વની ભૂમિકા, જાણો પાકિસ્તાનના ષડયંત્રનો કેવી રીતે કર્યો પર્દાફાશ
આ પણ વાંચો: વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સુલતાનપુરની કોર્ટમાં થશે હાજર, ગૃહમંત્રી અમિતશાહ માનહાનિ કેસનો મામલો
