બોલિવૂડના જાણીતા ગાયક અને અભિનેતા હિમેશ રેશમિયાએ તેની ગાયકીથી લોકોનું દિલ જીતી લીધું છે, હાલમાં જ તેની પત્ની સોનિયા કપૂર તેની ડાન્સિંગ સ્કિલના કારણે ચર્ચામાં આવી છે. હિમેશ રેશમિયાની પત્ની સોનિયા કપૂરે ઇન્ડિયન આઇડોલના સેટ પર શાદી સ્પેશીયલ એપિસોડમાં એન્ટ્રી કરી હતી. તેણે ઈન્ડિયન આઇડોલના સેટ પર સલમાન ખાનના ગીત પ્રેમ રતન ધન પાયો સોંગ પર બેંગ ડાન્સ પણ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
હિમેશ રેશમિયાની પત્ની સોનિયા કપૂર પ્રેમ રતન ધન પાયો પર સ્ટાઇલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ તસવીરો જોઈને એમ કહી શકાય કે તેણે પોતાના ડાન્સથી ઈન્ડિયન આઇડોલના સેટ પર ઘમાલ મચવી હશે. હિમેશ રેશમિયાએ ઈન્ડિયન આઇડોલમાં આવેલ તેની પત્ની સોનિયા કપૂર સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સોનિયા કપૂર પીળા રંગના લહેંગામાં જોવા મળી રહી છે, જેમાં તેનો લુક પણ જબરદસ્ત દેખાઈ રહ્યો છે. તે જ સમયે, હિમેશ રેશમિયા ગ્રીન અને વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી રહ્યો છે.
હિમેશ રેશમિયાએ સોનિયા કપૂરના ડાન્સ કરતી કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તેની સ્ટાઇલ અને જબરદસ્ત લાગી રહી છે. આપને જણાવી દઈએ કે રોહનપ્રીત સિંહ અને આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ પણ નેહા કક્કર સાથે ઈન્ડિયન આઇડોલના સેટ પર શાદી સ્પેશીયલ એપિસોડમાં જોવા મળ્યા હતા. સોનિયા કપૂરની કારકિર્દીની વાત કરીએ તો તેણે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં અભિનયથી ઘણું નામ કમાવ્યું છે. સોનિયા કપૂર અને હિમેશ રેશમિયાએ વર્ષ 2018 માં લગ્ન કર્યા. ટેલિવિઝન સિરિયલો ઉપરાંત તે ‘તેરા સુરુર’ અને ‘ફરેબ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…