હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ/ પહેલા સેક્સી ચેટ કરી ઘરે બોલાવતી…બિકીનીમાં કરતી સ્વાગત અને પછી જે થાય…

બેંગલુરુ પોલીસે એક મોટી હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ કર્યો છે અને ખુલાસો કર્યો છે કે આ ગેંગ ફસાયેલા પીડિતો પાસેથી માત્ર પૈસા પડાવતી નથી, પરંતુ તેમની ખતના પણ કરાવતી હતી અને તેમને ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણ કરતી હતી.

India Trending
White Minimalist Modern Annual Financial Report 2022 Presentation Template 3 પહેલા સેક્સી ચેટ કરી ઘરે બોલાવતી...બિકીનીમાં કરતી સ્વાગત અને પછી જે થાય…

બેંગલુરુ પોલીસે એક મોટી હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ કર્યો છે અને ખુલાસો કર્યો છે કે આ ગેંગ ફસાયેલા પીડિતો પાસેથી માત્ર પૈસા પડાવતી નથી, પરંતુ તેમની ખતના પણ કરાવતી હતી અને તેમને ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણ કરતી હતી. આ ગેંગને મુંબઈની એક મોડલ નેહા ઉર્ફે મેહર ચલાવતી હતી, જે હાલ ફરાર છે. આ હનીટ્રેપ ગેગ દ્વારા ન જાણે કેટલા લોકોને બ્લેકમેઈલ કરીને કરોડો રૂપિયા એકઠા કર્યા છે અને તેમાંથી ઘણાની ખતના પણ થઈ ગઈ છે. આ ગેંગના તમામ સભ્યો હવે પોલીસ કસ્ટડીમાં છે પરંતુ નેહા ઉર્ફે મેહર ફરાર છે. નેહા ઈન્ટરનેટ અને વીડિયો કોલ દ્વારા લોકોને ફસાવતી હતી અને પછી બેંગ્લોરમાં તેના ભાડાના ફ્લેટમાં બોલાવતી હતી. જ્યાં તેઓને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ લોકો સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પોતાને મુંબઈની મોડલ ગણાવનારી નેહા સોશિયલ મીડિયા દ્વારા પીડિતાઓને ફસાવતી હતી. ત્યારબાદ થોડા દિવસો બાદ તેણી તેને મળવાના બહાને દક્ષિણ બેંગલુરુમાં ભાડાના મકાનમાં મળવા બોલાવતી હતી. ઘરમાં પહેલાથી જ સીસીટીવી કેમેરા લગાવેલા હતા. જ્યાં તેના સાથી અબ્દુલ કાદર, યાસીન અને શરણ પ્રકાશ આવતા હતા. તેઓ પીડિતાને ધમકીઓ આપતા હતા. ત્યારબાદ નેહા સાથે લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. નેહા સાથે લગ્ન કરવા માટે, તે પીડિતાને ઇસ્લામ કબૂલ કરવા અને પોતાની ખતના કરાવવાની શરત રાખતા હતા. તેમ કરવામાં નિષ્ફળ જતાં તેઓ તેને વીડિયો દ્વારા બદનામ કરવાની ધમકી આપતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર,ચેટ દરમિયાન નેહા ઉર્ફે મેહર ધીરે ધીરે તેની નજીક આવતી જતી હતી. તે ખુલીને વાત કરતી હતી. સેક્સ ચેટ કર્યા પછી, તેણી તેને ઘરે મળવા બોલાવતી. તેની જાળમાં ફસાઈ ગયેલા યુવકો તેના ઘરે જવા તૈયાર થઈ જતા. મેહરે બેંગ્લોરમાં એક ફ્લેટ ભાડે રાખ્યો હતો. અહીં જ તેણે યુવકને ફસાવવાની તમામ વ્યવસ્થા કરી હતી. નેહા બિકીની જેવા ટૂંકા કપડામાં ઘરે આવતા  પીડિતાનું સ્વાગત કરતી હતી. પછી તેમને તેના ફ્લેટમાં લઈ જઈને વાતો કરતી હતી. આ દરમિયાન નેહાના આ ત્રણ સાગરિતો ફ્લેટમાં આવતા હતા. ઘરમાં પ્રવેશતાની સાથે જ તે તે વ્યક્તિને નેહા સાથે લગ્ન કરવા માટે દબાણ કરતા હતા. તેઓ તે વ્યક્તિને ધમકી આપતા હતા અને કહેતા હતા કે નેહા ઉર્ફે મેહર મુસ્લિમ છે, તેની સાથે લગ્ન કરવા માટે તેણે ઇસ્લામ ધર્મ અપનાવવો પડશે અને ખતના કરાવવી પડશે.

ફ્લેટમાં આવનાર વ્યક્તિ જ્યારે ના પાડતો ત્યારે તે તેને સીસીટીવી કેમેરાનો વીડિયો બતાવતો હતો અને તેના બદલે પૈસાની માંગ કરતો હતો. બદનામીના ડરથી તે આ લોકોને પૈસા આપતા હતા અને ચુપચાપ ત્યાંથી જતા રહેતા હતા.

તાજેતરમાં નેહાએ એક યુવકને આ જ રીતે પોતાની જાળમાં ફસાવી દીધો હતો. યુવક જ્યારે નેહાને મળવા તેના ફ્લેટ પર પહોંચ્યો ત્યારે તેને પણ આ જ રીતે બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે તેણે પોલીસને ફરિયાદ કરી તો પોલીસે ફ્લેટ પર દરોડો પાડ્યો જ્યાંથી નેહાના ત્રણ સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ નેહા ત્યાં મળી ન હતી. હવે પોલીસ તેને શોધી રહી છે.

આ પણ વાંચો:Seema Deo Passes Away/અમિતાભ બચ્ચનની આ હિરોઈનનું નિધન, શોકમાં ડૂબ્યા સ્ટાર્સ

આ પણ વાંચો;Rakhi Sawant Marriage/આદિલ બાદ રાખી સાવંતની બેસ્ટ ફ્રેન્ડની વધી મુશ્કેલીઓ, અભિનેત્રી સામે કરી મોટી કાર્યવાહી!

આ પણ વાંચો:Bollywood Stars Own Land on Moon/બોલિવૂડના આ સ્ટાર્સે ચંદ્ર પર ખરીદી છે જમીન , કિંમત છે કરોડોમાં?