Entertainment/ ‘પૈસા આપશો તો કંઈ પણ કરી શકું છું, પૂરા…’, ઉર્ફી જાવેદે પોડકાસ્ટમાં હદ પાર કરી

ઉર્ફીનો જવાબ સાંભળ્યા પછી, હર્ષ લિમ્બાચિયા અભિનેત્રીને કહે છે કે તમારે ફક્ત મોજા પહેરવા પડશે. આના પર ઉર્ફી કહે છે, ‘જુઓ, તમે મને પૈસા આપો તો હું કંઈ પણ કરીશ. જો તમે……..

Entertainment
Image 54 ‘પૈસા આપશો તો કંઈ પણ કરી શકું છું, પૂરા...’, ઉર્ફી જાવેદે પોડકાસ્ટમાં હદ પાર કરી

Entertainment News: સોશિયલ મીડિયા સેન્સેશન અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ કદાચ એ જાણતી નથી કે તે ક્યારે, ક્યાં અને શું પહેરે છે જ્યારે તે લાઇમલાઇટમાં આવે છે. તેનું આખું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઈશું તો વિચિત્ર ફેશન વીડિયોથી ભરેલું જોવા મળશે. પોતાની વિચિત્ર ફેશન સેન્સને કારણે ઉર્ફી દરરોજ ટ્રોલનો શિકાર બને છે, પરંતુ તેનાથી તેને ક્યારેય કોઈ ફરક પડ્યો નથી. કારણ કે ઉર્ફી જાવેદ પૈસા માટે કંઈ પણ કરી શકે છે. તમે ચોંકી ગયા ને.. હા, ઉર્ફીએ પોતે જ આ નિવેદન આપ્યું છે જેનો એક વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વાયરલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં, થોડા દિવસો પહેલા ઉર્ફી જાવેદ કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના પોડકાસ્ટમાં જોવા મળી હતી. અહીં વાત કરતી વખતે તેને કહ્યું કે, ‘તે પૈસા માટે કંઈ પણ કરી શકે છે.’ હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઉર્ફી અને હર્ષ વાત કરી રહ્યા છે. આ દરમિયાન હર્ષ તેને વીડિયો દરમિયાન ગ્લોવ્ઝ પહેરવાનું કહે છે. તેના પર ઉર્ફી કહે છે કે તે ગ્લોવ્ઝ પહેરે છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફીનો જવાબ સાંભળ્યા પછી, હર્ષ લિમ્બાચિયા અભિનેત્રીને કહે છે કે તમારે ફક્ત મોજા પહેરવા પડશે. આના પર ઉર્ફી કહે છે, ‘જુઓ, તમે મને પૈસા આપો તો હું કંઈ પણ કરીશ. જો તમે મને પૈસા આપો તો હું ઉતારી દઈશ તેમજ પહેરીશ. આટલું બોલતા જ હર્ષ અભિનેત્રી તરફ જુએ છે અને હસવા લાગે છે. હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો બીજી તરફ ચાહકો પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ પણ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું, ‘પૈસા માટે માન ગુમાવ્યું.’ તો અન્ય એક યુઝરે લખ્યું, ‘બહુ સારું કર્યું બહેન, તમે આગળ વધશો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તેને ભારતની બહાર કાઢી દેવી જોઈએ.’

ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદ દરરોજ તેના વીડિયોના કારણે સમાચારમાં રહે છે. કેટલાક લોકો તેની ફેશનને ખૂબ પસંદ કરે છે તો કેટલાક લોકો તેને દરરોજ ટ્રોલ કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by legent_memer (@legent_memer)



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મામા સુપરસ્ટાર,તો પણ ફ્લોપ કારકિર્દી, છોડી ઇન્ડસ્ટ્રી, આ એક્ટરને મળી અસફળતા, શું  હવે તે પુનરાગમન કરવા તૈયાર છે?

આ પણ વાંચો:સલમાન ખાનના ઘરે પહોંચ્યા એકનાથ શિંદે, મીટિંગ દરમિયાન સલીમ ખાન પણ રહ્યા હાજર

આ પણ વાંચો:ઇજાગ્રસ્ત ચહેરો, સૂજી ગયેલી આંખો અને લોહીથી લથપથ… પ્રિયંકા ચોપરાને શું થયું?