Gujrat/ નર્મદામાં ગાંજાનો ગેરકાયદેસર વેપાર, જથ્થા સાથે ઝડપાયો એક શખ્સ

નર્મદામાં ગાંજાનો ગેરકાયદેસર વેપાર વધ્યો છે. એક શખ્સ ગાંજાનો મોટા જથ્થા સાથે ઝડપાયો છે.

Gujarat Top Stories
YouTube Thumbnail 2024 03 02T124111.803 નર્મદામાં ગાંજાનો ગેરકાયદેસર વેપાર, જથ્થા સાથે ઝડપાયો એક શખ્સ

નર્મદામાં ગાંજાનો ગેરકાયદેસર વેપાર વધ્યો છે. એક શખ્સ ગાંજાનો મોટા જથ્થા સાથે ઝડપાયો છે. બીતાડા ચેકપોસ્ટ પર ચેકિંગ દરમ્યાન એક ટેમ્પો ચાલક ઝડપી ગાડી હંકારતો જોવા મળ્યો. ચેક પોસ્ટ પર ઉભેલ પોલીસને શંકા જતા ટેમ્પો ડ્રાઈવર ઝડપી પાડ્યો. દરમ્યાન પોલીસને જોતાં ટેમ્પોમાં બેસેલ અન્ય એક વ્યક્તિ ફરાર થઈ ગયો છે. ટેમ્પોમાં રહેલ સામાનની તપાસ કરતાં પોલીસને મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો. ટેમ્પોના સામાનમાંથી ગાંજો નીકળતા પોલીસે ટેમ્પો ડ્રાઈવરને ઝડપી તમામ જથ્થો કબજે કર્યો. અને બાદમાં પોલીસે ટેમ્પોમાં બેસેલ અને ફરાર થયેલ વ્યક્તિને શોધવા ચક્રો ગતિમાન કર્યા.

રાજ્યમાં ગાંજાનો વેપાર છેલ્લા કેટલાક સમયથી ફૂલ્યો ફાલ્યો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાના ધામ ગણાતી એવી યુનિવર્સિટના કેમ્પસમાં ગાંજોનો છોડ જોવા મળે છે તો કયાંક જેલના કેદીઓ દ્વારા ગાંજાનો વેપાર ધમધમતો હોવાના સમાચારો પ્રકટ થતા રહે છે. થોડા સમય પહેલા રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો હતો. વધુ આર્શ્ચર્યની વાત એ છે કે ગાંજાની ખેતી બહાર ખુલ્લામાં થતું હોવાનું સાંભળવા મળ્યું છે પરંતુ ગત વર્ષ સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદના પોશ વિસ્તારના એક ફલેટમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાનું સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી. આ કિસ્સામાં બે લોકોએ ફલેટ ભાડે રાખી ઘરમાં જ ગાંજાનું વાવેતર કર્યું હતું. પરંતુ આસપાસના લોકોને ફલેટમાં ચાલતી ગતિવિધિઓ પર શંકા જતા પોલીસને જાણકારી આપતા સમગ્ર વિસ્ફોટક હકીકત સામે આવી હતી.

હાલમાં નર્મદામાં બીતોડા ચેકપોસ્ટ પરથી ગાંજાનો જથ્થો પકડાતા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. આ મામલે પોલીસે ટેમ્પો ડ્રાઈવરને પકડી પૂછપરછ હાથ ધરી છે. જ્યારે ટેમ્પો ડ્રાઈવરના ફરાર સહાયકને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Rishi Sunak/બ્રિટિશ PM ઋષિ સુનકની મોટી જાહેરાત, દેખાવકારો પર કડકાઈના આદેશ, જાણો કારણ

આ પણ વાંચો:India and Japan in Pokhran/‘ધર્મ ગાર્ડિયન’માં ભારત અને જાપાનની મિત્રતા દેખાય છે, બંને દેશોની સેનાઓ સૈન્ય અભ્યાસ કરી રહી છે

આ પણ વાંચો:Spring Arrived Early in World/વિશ્વમાં વસંત વહેલું આવી ગયું છે, યુરોપમાં બરફ ઓછો થઈ ગયો છે, જાપાન અને મેક્સિકોમાં ફૂલો પહેલેથી જ ખીલી ઉઠયા