કોહિમાઃ નાગાલેન્ડની રાજધાની કોહિમામાં મહિલા અનામતની માંગ સાથે હિંસા ભડકી હતી. ત્યાર બાદ સેનાની પાંચ ટુકડીને ત્યાં તહેનાત કરવામાં આવી હતી. જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઇ હતી. હાલ સેનાની ટુકડી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખીને બેઠી છે. ઉલ્લેખનીય છે કે, કાલે શહેરી સ્થાનિક સંસ્થાઓમાં (યૂએલબી) બહાર પાડવામાં આવેલ ચૂંટણીના વિરોધ કરતા લોકોએ નાગાલેન્ડની રાજધાનીમાં કાલે રાજ્ય ચૂંટણી આયોગ અને ઉપાયુક્તના કાર્યલય પર તોડફોડ કરી હતી તથા કોહિમા નગર પરિષદની ઉમારતોમાં આગ લગાવી દીધી હતી.
નજરે જોનારે જણાવ્યું હતું કે, રાજ્ય માર્ગ પરિવહન કાર્યાલય અને આબકારી વિભાગના કાર્યલયને પણ હિંસક ટોળાએ આગ ચાંપી હતી. આ લોકો જનજાતી સમૂહના વિરોધ હોવા છતા ચૂંટણી માટે મુખ્યમંત્રી ટીઆર જેલિઆંગ અને તેમની સમગ્ર કેબિનેટનું રાજીનામાની માંગ કર છે. જનજાતી સમૂહ શહેરી સંસ્થાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની માગ કરી રહ્યા છે.
