Rajkot News/ રાજકોટમાં યુવતીની સગાઇ નક્કી થતાં પ્રેમીએ માર્યા છરીના ઘા, બાદમાં કર્યો આપઘાતનો પ્રયાસ

એક પ્રેમીએ તેની પ્રેમિકાને બીજા યુવક સાથે સગાઈ થયા બાદ ચારથી વધુ વાર છરીના ઘા મારીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક પ્રેમીએ તેની પ્રેમિકાને બીજા યુવક સાથે સગાઈ થયા બાદ ચારથી વધુ વાર છરીના ઘા મારીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. એવું બહાર આવ્યું છે કે પ્રેમીએ આ કૃત્ય એટલા માટે કર્યું કારણ કે તે તેની પ્રેમિકાની સગાઈથી ગુસ્સે હતો. ભક્તિનગર પોલીસે પ્રેમી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, યુવતી ચાર બહેનો અને એક ભાઈમાં ચોથા નંબરે છે. ભારતી પરિણીત હતી. લગભગ પાંચ વર્ષ પહેલાં તેના છૂટાછેડા થયા હતા. તે હાલમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતી હતી. તેણી છેલ્લા પાંચ વર્ષથી સત હનુમાન પાસે રહેતા સંજય વિનુભાઈ મકવાણા (ઉંમર 25 વર્ષ) સાથે પ્રેમ સંબંધમાં હતી. થોડા સમય પહેલા, યુવતીના પરિવારે માંગરોલમાં તેની સગાઈ નક્કી કરી હતી.

તેના બોયફ્રેન્ડ સંજયને આ વાતની જાણ થતાં જ તે ગુસ્સે થઈ ગયો અને તેને સગાઈ કે લગ્ન ન કરવાની વારંવાર ધમકી આપવા લાગ્યો. યુવતી તેની બહેન સાથે રહે.  નિત્ય ક્રમ મુજબ આજે સવારે બંને બહેનો મચ્છી વેચવા સ્થળે  પહોંચી હતી. સવારે 11 વાગ્યાની આસપાસ મચ્છી વેચાઇ જતાં રેખાબેન બધો સામાન ભેગો કરતી હતી. જ્યારે તેણે બહેન ભારતીને નજીકમાં પડેલું એક્ટિવા લેવા મોકલી હતી. ભારતી એક્ટિવા લેવા જતાં જ ત્યાં તેનો પ્રેમી સંજય બાઇક પર ધસી આવ્યો હતો. આવીને તેણે ભારતીની છાતી, પગના સાથળ, પેની, જમણા હાથમાં છરીના સાતેક ઘા ઝીંકી તેને લોહીલુહાણ કરી નાખી હતી.

યુવતીની મોટી બહેન દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે સંજય મકવાણા વિરુદ્ધ કલમ 109 (1), 118(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે, “સંજય મકવાણા અને મારી નાની બહેન વચ્ચે છેલ્લા પાંચ-છ વર્ષથી પ્રેમ સંબંધ છે. મારી બહેન સંજય સાથે લગ્ન કરશે તેવું સંજયને કહ્યું હતું. પરંતુ તાજેતરમાં જ મારી બહેનની સગાઈ માંગરોળ ખાતે નક્કી થઈ હતી. જે બાબતની જાણ સંજયને થઈ જતા તે બાબતનો ખાર રાખીને સંજય દ્વારા મારી બહેનનું મોત નીપજાવવાની કોશિશ કરવામાં આવી છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તાંત્રિક વિધિના કારણે મહિલાએ કરી આત્મહત્યા, 6 લોકોની ધરપકડ

આ પણ વાંચો:સુરતમાં પ્રેમીએ દગો કરતાં પ્રેમિકાએ કર્યો આત્મહત્યાનો પ્રયત્ન

આ પણ વાંચો:જાન પાછી ન વળી તો કલાકમાં જ આત્મહત્યા કરીશઃ દુલ્હનની ધમકી