ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં ભારતીય ટીમ Starc Superb Bowling 26 ઓવરમાં ફક્ત 117 રન કરી ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતને ઓલઆઉટ કરવામાં મુખ્ય ભૂમિકા ઓસ્ટ્રેલિયાના સ્ટ્રાઇક બોલર મિચેલ સ્ટાર્કે ભજવી હતી. તેણે 53 રન આપી પાંચ વિકેટ ઝડપતા ભારતની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી. સ્ટાર્કે પહેલા સ્પેલમાં જ ભારતની ચાર વિકેટ ઝડપી હતી. સ્ટાર્કના Starc Superb Bowling સ્વિંગ થઈને પ્રતિ કલાક 145 કિ.મી.ની ઝડપે અંદરઆવતા બોલનો સામનો કરી શકવામાં ભારતીય બેટસમેનો નિષ્ફળસાબિત થયા હતા, તેથી જ તેઓ લેગબીફોર થયો હતો.
કોહલીના 31 રન અને અક્ષર પટેલના 29 રનને બાદ કરતાં Starc Superb Bowling કોઈપણ ભારતીય ખેલાડી ખેલાડી ખાસ પ્રદાન કરી શક્યો ન હતો. જાડેજાએ 16 રન કર્યા હતા તો કેપ્ટન રોહિત શર્માએ 13 રન કર્યા હતા. બાકીના ખેલાડીઓ ડબલ ફિગરે પણ પહોંચી શક્યા ન હતા. સૂર્યકુમાર યાદવ સળંગ બીજી વન-ડેમાં ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. આમ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે Starc Superb Bowling ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી તે નિર્ણય ટીમને ફળ્યો હતો. આ ઉપરાંત સ્મિથે સ્લિપમાં બે અદભુત ડાઇવિંગ કેચ પણ કર્યા હતા. સીન એબોટે ત્રણ વિકેટ ઝડપી સ્ટાર્કને સારો ટેકો પૂરો પાડ્યો હતો. જ્યારે નાથન એલિસે બે વિકેટ ઝડપી હતી, તેમા કોહલીની મૂલ્યવાન વિકેટનો પણ સમાવેશ થતો હતો. કોહલીના આઉટ થવાની સાથે જ ભારતની જંગી સ્કોર કરવાની સંભાવના પર પાણી ફરી વળ્યું હતું.
ભારતીય ટીમમાં ઇશાન કિશનના સ્થાને ઓપનર રોહિત શર્મા પરત ફર્યો હતો. Starc Superb Bowling પ્રથમ વન-ડેમાં રોહિત શર્મા વ્યક્તિગત કમિટમેન્ટના લીધે રમી શક્યો ન હતો. બીજી વન-ડેમાં રોહિત શર્માએ એકસ્ટ્રા સ્પિન બોલરનો વિકલ્પ અજમાવતા શાર્દુલ ઠાકરના બદલે અક્ષર પટેલને લીધો છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં એલેક્સ કેરી પરત ફર્યો છે અને ગ્લેન મેક્સવેલના સ્થાને એકસ્ટ્રા સીમર નાથન એલિસને ઓસ્ટ્રેલિયાએ સમાવ્યો છે.
આ પણ વાંચોઃ દિલ્હી/ રાહુલ ગાંધીના ઘરની બહાર દિલ્હી પોલીસ બે કલાકથી જોઈ રહી છે મળવા માટેની રાહ, કોંગ્રેસે કહ્યું- નકલી…
આ પણ વાંચોઃ જીવનની છેલ્લી મેચ/ રાજકોટમાં વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા મોત, પરિવાર શોકમાં ગરકાવ
આ પણ વાંચોઃ મહાઠગ/ ઠગ કિરણ પટેલને કોંગ્રેસે ગણાવ્યો ‘ભાજપ કાર્યકર’, પૂછ્યું- પીએમ અને ગૃહમંત્રી જણાવો કોનું રાજીનામું થશે?
