મુંબઇ,
લોકસભાની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે દેશના મોટા બિઝનેસ હાઉસ પણ ચૂંટણીને બારીકાઈથી જોઈ રહ્યાં છે. થોડા દિવસ પહેલા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ દક્ષિણ મુંબઇના કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાને પોતાનું સમર્થન આપ્યું હતુ અને તેમના વખાણ કર્યા હતા. હવે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનો મોદીપ્રેમ સામે આવ્યો છે.
મુંબઇમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલીમાં અનંત અંબાણી પહોંચ્યાં હતા, રેલીના તેમના ફોટોગ્રાફ પણ સામે આવ્યાં છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સની સભામાં મોદી જ્યારે ભાષણ આપી રહ્યાં હતા ત્યારે અનંત અંબાણી સભામાં બેઠેલા નજરે આવી રહ્યાં છે.અનંતે મોદીના ભાષણ સમયે ચોકીદાર ચોકીદાર..ના નારા પણ લગાવ્યા હતા.
મીડિયા સાથે વાત કરતા અનંત અંબાણીએ કહ્યું કે હું અહી પીએમને સાંભળવા માટે આવ્યો છું.
29 એપ્રિલે મુંબઇમાં મતદાન છે અને અહી શિવસેના, ભાજપને વધુ બેઠકો મળે તેવી શક્યતા દેખાઇ રહી છે.