કીંમ જોંગે જણાવ્યું હતું કે, “પરમાણું બોમ્બ લોન્ચ કરવાનું બટન હંમેશા મારી નિકટ જ હોય છે. પરમાણું બોમ્બનું બટન હંમેશા મારી ડેસ્ક પર જ હોય છે.
આ ધમકી આપ્યા બાદ વ્હાઈટ હાઉએ કિમ જોંગની માનસિકતા પર સવાલ ઉઠાવ્યો છે, વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ સારા સેન્ડર્સ દૈનિક સંવાદદાત સંમેલનમાં પત્રકારોને કહ્યું કે, મને લાગે છે કે, રાષ્ટ્રપતિ અને દેશના લોકોને ઉતર કોરિયાઈ નેતાની માનસિક સ્થિતિને લઈને ચિતિત થવું જોઈએ.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું. કોઈ કિમ જોંગને બતાવો કે, ભુખમરીથી પ્રભાવિત ઉતર કોરિયા દેશ ને કહોકે, મારી પાસે પણ પરમાણુ બોમ્બનું બટન છે અને તે તેના પરમાણુ બોમ્બ કરતાં તાકતવર છે અને તે કામ પણ કરે છે.
સારાએ વધુમાં કહ્યું કે, આ એવા રાષ્ટ્રપતિ છે જે ઝુકનારા નથી અને તે નબળા પણ નથી. તે એ સુનિશ્ચિત કરશે, કે જે વાયદા તેમણે કર્યા છે. તેમને પુરા કરે અને અમેરિકાના લોકોની સાથે ઉભા રહીને તેમની રક્ષા કરે.
