સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતની જનતા માટે પર્યટન સ્થલ બન્યું છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર પીએમ મોદી દ્વારા ગુજરાતની જનતાને ભેટ આપવામાં આવી છે. ગુજરાતની જનતા અવાર નવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે અને અમદાવાદીઓએ કેવડિયા જવા મુશ્કેલીઓ ના થાય તે માટે હાઈ અને અપર કલાસ માટે તો સી પ્લાનની મુસાફરી હતી.પરંતુ આજે કેવડિયા જવા બીજો પણ મુસાફરીનો માર્ગનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

Image

પીએમ મોદી દ્વારા દેશના વિવિધ રાજ્યોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે મુસાફરી સરળ રહે તે હેતુથી કેવડિયા કોલોની સાથે જોડતી 10 રેલવે ટ્રેનોને આજે લીલી ઝંડી આપી લોકાર્પણ કરાવાયું હતું.

Jan Shatabdi Express Train Fare For Ahmedabad To Kevadia

આ પહેલા કેવડિયા જવા માટે બસનો તો વિકલ્પ હતો જ પરંતુ હવે મુસાફરોને બીજો નવો વિકલ્પ પણ આજે મળ્યો છે…જો મુસાફરોને કેવડિયા ફરવા જવું હોય તો તે હવે ટ્રેનમાં પણ જઇ શકશે.

 કેવડિયાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ જોડાશે. વડાપ્રધાન દ્વારા ડભોઇ-ચાંદોદ રૂપાંતરિત બ્રોડ ગેજ રેલવે લાઈન, ચાંદોદ- કેવડિયા નવી બ્રોડ ગેજ રેલવે લાઈન, પ્રતાપનગર- કેવડિયા નવા વિધુતીકરણ રેલ ખંડ તથા ડભોઇ, ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઈમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઇમારતોને સ્થાનિક તેમજ આધુનિક મુસાફરોની સુવિધાઓ ને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન છે.

જાણો આજે લોકાર્પણ કરેલી 8 કેવડિયા કોલોની તરફની ટ્રેનોની વિશેસતાઓ

1. કેવડિયા જતી ટ્રેનનું ભાડું જનરલ કોચનું 120 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. જે અનેક લોકો માટે લાભકારક રહેશે

2. આ ટ્રેનમાં ટોટલ 3 પ્રકારના કોચ રહેશે

3. ચેરકાર અને વિસ્ટા ડોમનું ભાડું મોધુ લાવે તો જનરલ કોચમાં મુસાફરી માણી શકાય.

4. જનરલ કોચમાં પણ અનેક સુવિધાઓ આપવામાં આવશે.

5. અમદાવાદ – કેવડિયા જન શતાબ્દી ટ્રેન રોજ અમદાવાદ થી કેવડિયા રોજ મુસાફરોને મુસાફરીનો લાભ આપશે.

6. જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં 3 પ્રકારના કોચ હશે. જેમાં ચેર કાર, વિસ્ટા ડોમ, અને જનરલ કોચ રાખવામાં આવ્યા છે.

7. આ 3 પ્રકારના કોચનું ભાડું અલગ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ચેર કારમાં 395, વિસ્ટા ડોમ કોચમાં 885 અને સૌથી સસ્તું લાભદાયી જનરલ કોચનું 120 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

8. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત, નિઝામુડીન, રિવા, એમજીઆર, ચેન્નાઇ સેન્ટર અને પ્રતાપનાગરથી ટોટલ 10 ટ્રેન શરૂ કરવામાં આવી છે.

9. પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, ઓબ્ઝર્વેશન લોન્જ, ફોલ્ડએબલ સ્નેક ટેબલ, સીટ નંબર બેઇલ લિપિ, ગ્લાસ રૂક ટોપ, લાર્જ સાઇજ વિન્ડોઝ, 180 ડીગ્રી રોટેબલ સીટ, અને ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર જેવી તમામ સજ્જ સુવિધાઓથી સજ્જ કોચ મુસાફરોને આનંદિત મુસાફરી કરાવશે.

Image

કંઈ છે ટ્રેનો ? 

વડાપ્રધાન દ્વારા ઈ-પ્રસ્થાન કરાવવામાં આવનારી ૮ ટ્રેનોની વિગતો આ મુજબ છે

  • ટ્રેન નં- 09103/04- કેવડિયા થી વારાણસી- મહામના એક્સપ્રેસ (સાપ્તાહિક)
  •  ટ્રેન નં- 02927/28- દાદર થી કેવડિયા – દાદર- કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)
  • ટ્રેન નં- 09247/48- અમદાવાદ થી કેવડિયા – જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)
  • ટ્રેન નં- 09145/46- કેવડિયા થી હઝરત નિઝામુદ્દીન- નિઝામુદ્દીન- કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક).
  •  ટ્રેન નં- 09105/06- કેવડિયા થી રીવા- કેવડિયા-રીવા એક્સપ્રેસ (સાપ્તાહિક)
  • ટ્રેન નં- 09119/20- ચેન્નઈ થી કેવડિયા- ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)
  • ટ્રેન નં- 09107/08- પ્રતાપનગર થી કેવડિયા- મેમૂ ટ્રેન (દૈનિક)
  • ટ્રેન નં- 09109/10- કેવડિયા થી પ્રતાપનગર- મેમૂ ટ્રેન (દૈનિક)

PM મોદીની ગુજરાતને વધુ એક ભેટ : સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવું બન્યુ સરળ | PM Modi virtual inauguration for kevadiya train to Statue of Unity

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો