Ahmedabad News : અમદાવાદના ગોતામાં વંદેમાતરમ ખાતે આ બનાવ બન્યો હતો. જેમાં સ્વસ્તિક સ્કાયલાર્ક ફ્લેટની સામે પ્રધામમંત્રી આવાસ યોજનાના નવા મકાનો બની રહ્યા છે. અહીં જ રહેતા અને મજૂરી કામ કરતો કમલેશ ઉજમાલાલ ડામોર (24) મજૂરી કામ દરમિયાન એ બ્લોકના ત્રીજા માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.
સારવાર માટે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ચરે તેને મૃત ઘોષિત કર્યો હતો. મૃતક સંજય મૂળ રાજસ્થાનના બાંસવાડાનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસે અકસ્માત મોતનોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં શેરબજારમાં વધુ કમાવવાની લાલચમાં મહિલા સાથે 2.25 કરોડની ઠગાઈ
આ પણ વાંચો: અમેરિકામાં ઠગાઈના કેસમાં 18 વર્ષીય ગુજરાતીને જેલની સજા
આ પણ વાંચો: સાયબર ડિજિટલ એરેસ્ટ વૃદ્ધને ધમકી આપીને 15 લાખની ઠગાઈ, દાહોદના શખ્સની ધરપકડ
