દિવાળીમાં આગામી સમયમાં ફટાકડા ફોડવા માટે પણ નવું લોન્ચર તૈયાર થઈ કરવાનુ આયોજન
રાજસ્થાનના અમિત શર્મા નામના યૂટયૂબરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેણે યુટ્યુબ પર એક ઘરે બનાવેલ રોકેટ લોન્ચરનો વિડીયો શેર કર્યો છે. તે રાતના સમયે તેના કેટલાક મિત્રોની મદદથી રોકેટ લોન્ચર દ્વારા રોકેટ ફોડી રહ્યો છે. આકાશમાં આ રોકેટ લોન્ચરના કારણે શાનદાર આતશબાજી પણ જોવા મળી રહી છે. રોકેટ લોન્ચરને જબરજસ્ત સફળતા મળ્યા પછી હવે તે ફટાકડા ફોડવા માટે પણ આવું જ લોન્ચર શરૂ કરવાનું આયોજન ધરાવે છે.
તેણે આ રોકેટ લોન્ચર તેના કેટલાક મિત્રો સાથે તૈયાર કર્યુ છે. આ રોકેટ લોન્ચર એટલુ ભવ્ય લાગી રહ્યુ છે કે જાણે કોઈ પ્રોફેશનલ લોકોએ જ બનાવ્યુ હોય. આ રોકેટ લોન્ચર હરતીફરતી ગાડી જેવુ છે, તેને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. આ રોકેટ લોન્ચર જોઈને એમ જ લાગે કે આ તો દિવાળી મનાવવા નહી પણ સરહદ પર યુદ્ધ લડવા તૈયાર કર્યુ છે.
દિવાળીનો તહેવાર હર્ષોઉલ્લાસ, ખુશી અને પ્રકાશનો તહેવાર છે. આખા દેશમાં આજથી દિવાળીના તહેવારની શરુઆત થઈ ગઈ છે. દેશમાં ચારેય બાજુ રોશની, દીવડાનો પ્રકાશ, બજારોમાં શોપિંગ માટે ભીડ, મીઠાઈના બોક્સ અને રાત્રે જોરદાર અવાજ સાથે ફૂટતા ફટાકડા આકાશમાં દેખાય છે.
દિવાળી આવતા જ ફડાકડાના ધૂમધડાકાની પણ શરુઆત થઈ જઈ છે. નાના બાળકોથી માંડીને મોટા લોકો પણ દિવાળી પર જાતજાતના ફટાકડા ફોડવાનો આનંદ લેતા હોય છે. દિવાળી પર કોઠી, સૂતળી બોમ્બ અને રોકેટ જેવા ફટાકડા ફૂટતા જોવા મળે છે. હાલમાં રોકેટ ફોડવા માટેના એક રોકેટ લોન્ચરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ અનોખા રોકેટ લોન્ચરનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, વાહ કેટલા તેજસ્વી લોકો છે ભારતમાં. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભવિષ્યમાં રોકેટ બાટલીમાં નહીં પણ આવા રોકેટ લોન્ચરથી જ છોડવામાં આવશે.