Gandhinagar News: મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યના વાહનવ્યવહાર મંત્રી પ્રતાપ સરનાઈક આજે ગુજરાત(Gujarat)ની મુલાકાતે આવ્યા છે. ગુજરાતના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સાથે તેમણે ગુજરાત એસ.ટી. નિગમની મધ્યસ્થ કચેરીની મુલાકાત લઇ નિગમની મહત્વની કામગીરી અંગે માહિતી મેળવી હતી.
ત્યારબાદ, એસ.ટી. નિગમના કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લઇ, વાહન વ્યવહાર વિભાગ તેમજ નિગમ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અને સંચાલન પદ્ધતિઓથી તેઓ અવગત થયા હતા.
આ મુલાકાત દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેના વાહનવ્યવહાર ક્ષેત્રે સહકાર વધારવા તેમજ પ્રગતિશીલ માળખાગત સુવિધાઓ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન ગુજરાત રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદ. એસ.ટી. નિગમના મેનેજિંગ ડિરેક્ટર નાગરાજન અને સચિવ રવિ નિર્મલ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં પીપીપી (Public Private Partnership) મોડલ હેઠળ તૈયાર કરવામાં આવેલા આધુનિક બસપોર્ટ વડોદરા બસપોર્ટની મુલાકાત મહારાષ્ટ્રના મંત્રીએ લીધી હતી.
આ પણ વાંચો:રાજ્યમાં સ્કૂલવાનનું ચેકિંગ કરવા વાહનવ્યવહાર વિભાગે કર્યો આદેશ
આ પણ વાંચો:બિપરજોય વવાઝોડાની માઠીઅસર,અનેક વૃક્ષો ધરાશાયી,વાહનવ્યવહાર થપ્પ