nepal news/ નેપાળમાં મોટી દુર્ઘટના; ભૂસ્ખલનથી સાત ભારતીયોના મોત

નેપાળમાં મોડી રાત્રે ભૂસ્ખલન થવાને કારણે 63 જેટા મુસાફરોને લઈને બે બસો નદીમાં ખાબકી છે. કેટલાય મુસાફરો હજુ ગુમ છે. સતત વરસાદને કારણે બચાવ…………

Top Stories World Breaking News
Image 2024 07 12T084834.049 નેપાળમાં મોટી દુર્ઘટના; ભૂસ્ખલનથી સાત ભારતીયોના મોત

Nepal News: નેપાળમાં મોડી રાત્રે ભૂસ્ખલન થવાને કારણે 63 જેટલા મુસાફરોને લઈને બે બસો નદીમાં ખાબકી છે. કેટલાય મુસાફરો હજુ ગુમ છે. ત્યારે જાણવા મળ્યું છે કે દુર્ઘટનામાં સાત ભારતીયોના મોત થયા છે. હજુ મોતનો આંકડો વધી શકે તેમ છે. સતત વરસાદને કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. પીએમ પુષ્પ કમલ દહલે અકસ્માતમાં મુસાફરોના ગુમ થવા પર શોક વ્યક્ત કર્યો છે. હજુ કોઈ જાનહાનિ થયાનું જાણવા મળ્યું નથી.

Nepal Landslide: नेपाल में भूस्खलन से दो बसें त्रिशूली नदी में बहीं, 63 यात्रियों के पानी में बहने की खबर - Nepal landslide swept two buses Trishuli River carrying an estimated 63

નેપાળમાં આશરે 3.30 વાગ્યો રાજધાની કાઠમંડુ જઈ રહેલી એન્જલ બસ અને ગણપતિ ડીલક્સ બસ એકાએક ત્રિશુલી નદીમાં વહી ગઈ હતી. સચોટ કારણ જાણવા મળ્યું નથી. માહિતી મુજબ બંને બસમાં બસ ડ્રાઈવર સહિત કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ચિતવન જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે, અમે ઘટના સ્થળે છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ છે. સતત વરસાદના કારણે બચાવ કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે કાઠમંડુ જઈ રહેલી બસમાં 24 લોકો અને અન્ય બસમાં 41 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ગણપતિ ડીલક્સમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરો વાહનમાંથી કૂદી પડવામાં સફળ રહ્યા હતા.

નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલે શોક વ્યક્ત કરી ટ્વીટ કર્યુ છે, નારાયણગઢ-મુગલીન રોડ સેક્શન પર ભૂસ્ખલન અને પૂરને કારણે સંપત્તિને નુકસાન થવાને કારણે બસ ધોવાઈ જવાથી લગભગ પાંચ ડઝન મુસાફરોના ગુમ થવાના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે. તમામ એજન્સીઓને મુસાફરોની શોધ કરવા અને તેમને અસરકારક રીતે બચાવવા માટે નિર્દેશ આપ્યો છે.

નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો બચાવ કામગીરી માટે ઘટના સ્થળ તરફ જઈ રહ્યા છે. વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે થયેલા કાટમાળને કારણે નારાયણઘાટ-મુગલિંગ રોડ સેક્શન પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.

Massive Landslide Sweeps Away 2 Buses In Central Nepal, 63 Feared Dead; Search Ops Underway | Times Now


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ફતેહપુરમાં યુવકને 9મી વખત સાપ નહીં છોડે, વિચિત્ર ઘટનાથી વિકાસ દુબે પરેશાન…

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી

આ પણ વાંચો: ભણવું તો પડશે….ભણ્યા વિના વકીલ કેવી રીતે બનશો? CJIએ લોના વિદ્યાર્થીઓને સલાહ આપી