નિર્ણય/ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધો પ્રજાલક્ષી નિર્ણય, જનતાના પ્રશ્નોના નિરાકરણ વહેલીતકે થાય માટે આપ્યા આદેશ

રજિસ્ટર્ડમાં નોંધ રાખવી પડશે,અને સોશિયલ મીડિયામા માધ્યમથી પોલીસે આની જાણ કરવાની રહેશે. દર મહિનાની 10 તારીખે સુધી અહેવાલ આપવો પડશે. 

Top Stories Gujarat
6 2 ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધો પ્રજાલક્ષી નિર્ણય, જનતાના પ્રશ્નોના નિરાકરણ વહેલીતકે થાય માટે આપ્યા આદેશ
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સકારાત્મક પગલું
  • ગૃહવિભાગનો વધુ એકવખત પ્રજાલક્ષી નિર્ણય
  • લોક દરબાર થકી પ્રશ્નોના ઉકેલ લાવવા આદેશ
  • તાત્કાલિક પ્રજાના પ્રશ્નોના ઉકેલ લાવવા આદેશ
  • DGPનો તમામ જિલ્લાના SP અને કમિ.ને પરિપત્ર
  • સપ્તાહમાં બે દિવસ અરજદારોને સાંભળશે પોલીસ
  • કાર્યવાહીનું રજિસ્ટર પોલીસે કરવું પડશે મેઈન્ટેન
  • સો. મીડિયા માધ્યમથી પોલીસે કરવી પડશે જાણ
  • દર મહિનાની 10 તા. સુધી આપવો પડશે અહેવાલ

ગુજરાત સરકાર  પ્રજાલક્ષી કાર્યોને વેગવંતા બનાવવા માટે અસરકારક પગલાં  લેતી હોય છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રજા માટે એક સકારાત્મક પગલું ભર્યું છે. પ્રજાલક્ષી નિર્ણય લેવામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવની પાછીપાની કરતા નથી. આજે તેમણે લોકદરબારમાં પ્રજાના જે પ્રશ્નો હોય તેના નિરાકરણ માટે આદેશ આપ્યો છે. સત્વરે પ્રજાના પ્રશ્નોને ઉકેલવાનો આદેશ આપ્યાે છે.

ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવીએ આદેશ આપતા જ રાજ્યના dgpએ તમામ જિલ્લાના Sp અને કમિશનરને પરિપત્ર દ્વારા જાણ કરી છે ,હવે પ્રજાના પ્રશ્નો સત્વરે ઉકેલાઇ જશે. અઠવાડિયામાં બે દિવસ પોલીસ અરજદારોને સાંભળશે. આ ઉપરાંત પોલીસે કાર્યવાહીની પ્રક્રિયાને  મેઇન્ટેન કરવી પડશે અને  રજિસ્ટર્ડમાં નોંધ રાખવી પડશે,અને સોશિયલ મીડિયામા માધ્યમથી પોલીસે આની જાણ કરવાની રહેશે. દર મહિનાની 10 તારીખે સુધી અહેવાલ આપવો પડશે.

ગૃહ વિભાગ નો રાજ્ય ના પોલીસ વડા અને કમિશનર ને કર્યો આદેશ

1. નાગરિકો તેમના વિવિધ પ્રશ્નો/ફરિયાદો/રજૂઆતો લઇને જ્યારે કચેરીમાં આવે ત્યારે તેઓની રજૂઆત/પ્રશ્નો સબંધિત કચેરીમાં જ સાંભળીને તેનો નિકાલ કરવામાં આવે

2. તમામ પોલીસ કમિશનર/રેન્જ વડા પોલીસ અધિક્ષકએ તેમના શહેર રેન્જ જિલ્લા ખાતે અરજદારોને સાંભળવા માટે સપ્તાહમાં કોઇ બે દિવસ નિશ્ચિત કરી, અરજદારોને સાંભળી તેઓની રજૂઆતોના નિકાલ માટે આયોજન કરવા
સાથે સામેલ નમૂના મુજબનું રજીસ્ટર બનાવવા આપી સૂચના

અરજદારોને રૂબરૂ સાંભળવા માટે જે બે દિવસ નક્કી કરવામાં આવે તેની નાગરિકોને જાણ થાય તે માટે આ અંગે દરેક એકમના સોશ્યલ મીડિયા સહિત યોગ્ય સ્થાન/રીતે પૂરતી જાહેરાત કરાવવા પણ કાર્યવાહી કરવા કર્યો આદેશ

3- પોલીસ કમિશનરએ તેઓના તાબાના સંયુક્ત/અધિક/નાયબ પોલીસ કમિશનર કક્ષાએ તેમજ સંબંધિત પોલીસ અધિક્ષકએ તેઓના તાબાના નાયબ પોલીસ અધિક્ષકની કક્ષાએ પણ ઉપરોક્ત કામગીરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

4- સંબંધિત શહેર રેન્જ જિલ્લા તરફથી આ અંગે માસ દરમ્યાન કેટલા અરજદારોને રૂબરૂ સાંભળ્યા તે અંગેનો અધિકારી વાઇઝ થયેલ કાર્યવાહીનો અહેવાલ દર માસની ૧૦મી તારીખ સુધીમાં અત્રેની કચેરીની આઇ શાખા ખાતે ઇ-મેઇલ એડ્રેસ dgn-i-br@gujarat.gov.in પર અચૂક મોકલી આપવા કર્યો આદેશ