Not Set/ મેઘાલય રેસ્ક્યુ : ખાણમાં ફસાયેલા ૧૫ મજૂરોમાંથી ૧નો મૃતદેહ નેવીએ કાઢ્યો બહાર

મેઘાલયમાં કોલસાની ખાણમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ફસાયેલા ૧૫ મજૂરમાંથી એકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. ભારતીય નેવી દ્વારા આ મૃતદેહ બહાર કઢાયો છે. જો કે હજી પણ ૧૪ મજૂરો લાપતા છે. ભારતીય નેવી દ્વારા ગુરુવારે કોલસાની આ ખાણમાંથી અંતે ૪૨ દિવસો બાદ પાણીમાં ડૂબેલી એક મજૂરની બોડીને બહાર કાઢી છે અને ત્યારબાદ આ […]

Top Stories India Trending

મેઘાલયમાં કોલસાની ખાણમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ફસાયેલા ૧૫ મજૂરમાંથી એકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. ભારતીય નેવી દ્વારા આ મૃતદેહ બહાર કઢાયો છે. જો કે હજી પણ ૧૪ મજૂરો લાપતા છે.

ભારતીય નેવી દ્વારા ગુરુવારે કોલસાની આ ખાણમાંથી અંતે ૪૨ દિવસો બાદ પાણીમાં ડૂબેલી એક મજૂરની બોડીને બહાર કાઢી છે અને ત્યારબાદ આ દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧ મહિના કરતા વધુ સમયથી ૧૫ મજૂર ૩૭૦ ફૂટ ઊંડી કોલસાની ખાણમાં ફંસાયેલા છે. આ ખાણમાં પાણી ઊંડે સુધી ભરેલું છે જે ખેંચવું ઘણું મુશ્કેલ છે.

આ પહેલા રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી એનડીઆરએફની ટીમે ખંડન કર્યું હતું કે, ખાણમાં ફંસાયેલા મજૂરોના મૃત્યુ થઇ ગયા હોય તેવી શંકા છે, કારણ કે ટીમના જવાનો જયારે ખાણમાં ઉતર્યા હતા ત્યારે તેમણે અલગ દુર્ગંધ અનુભવી હતી.