Odisha/ ઓડિશા : આજે જગન્નાથ હેરિટેજ કોરિડોરનું થયું ઉદ્ઘાટન, પુરીમાં આવેલ 12મી સદીનું જગન્નાથ મંદિર છે પ્રસિદ્ધ

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના હસ્તે જગન્નાથ હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું.

Top Stories India Uncategorized

દેશમાં ઓડિશાના પુરીમાં આવેલ જગન્નાથ મંદિર ચાર પવિત્ર ધામોમાંનું એક ધામ માનવામાં આવે છે. પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં એક ભવ્ય પ્રોજેક્ટના ઉદ્ઘાટન પહેલા આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રોજેક્ટને જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર તરીકે ઓળખવામાં આવે છે. આજે પુરીમાં જગન્નાથ હેરિટેજ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Inauguration of Jagannath Temple Heritage Corridor | જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોરનું ઉદ્ઘાટન: સૂર્ય પૂજા-હવન સાથે ધાર્મિક વિધિઓ કરવામાં આવી; 800 કરોડમાં કોરિડોર ...

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના હસ્તે જગન્નાથ હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પ્રસંગે ઓડિશા સરકારે ભારત અને નેપાળના એક હજાર મંદિર ઉપરાંત ચારેય શંકરાચાર્ય, ચાર પવિત્ર સ્થાનો અને દેશના અન્ય ચાર નાના સ્થળોને પણ આમંત્રણ આપ્યું હતું. જ્યારે મંદિર પ્રશાસને નેપાળના રાજાને ખાસ આમંત્રણ મોકલ્યું હતું. ઉદ્ઘાટનના બે દિવસ પહેલા મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. પુરીમાં જગન્નાથ હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટનો ઉદેશ્ય 12મી સદીના જગન્નાથ મંદિરને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવાનો છે.

જગન્નાથ હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટને ઓક્ટોબર 2019માં લીલી ઝંડી મળી હતી. નવેમ્બર 2019માં ઓડિશામાં આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કરવામાં આવી હતી.  ડિસેમ્બર 2023માં જગન્નાથ હેરિટેડ કોરિડોરનું કામ પૂર્ણ થયું. જગન્નાથ મંદિરની ફરતે નિર્માણ પામેલ હેરિટેજ કોરિડોર 800 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ પ્રોજેક્ટ હેઠળ, મંદિરની બાજુમાં આવેલી બાહ્ય દિવાલ (મેઘનાદ પચેરી) ની આસપાસ 75 મીટર પહોળો કોરિડોર બનાવવામાં આવ્યો છે. મંદિરની આસપાસ 2 કિલોમીટર સુધી શ્રીમંદિર પરિક્રમા પથનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંથી ભક્તો સીધા મંદિરના દર્શન કરી શકશે. આ કોરિડોરમાં દર્શાનાર્થીઓ વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત 4 હજાર પરિવારો માટે લોકર રૂમ, શેલ્ટર પેવેલિયન, મલ્ટી લેવલ કાર પાર્કિંગ, પોલીસ, ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી માટે શટલ બસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ઓડિશાના પુરી જિલ્લામાં સ્થિત જગન્નાથ ધામના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને અહીં હેરિટેજ કોરિડોર વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને શ્રીમંદિર પરિક્રમા પ્રકલ્પ (SPP) નામ પણ આપવામાં આવ્યું છે. આજે એટલે કે બુધવારે શ્રી જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સરકારે ઉદઘાટન માટે ચાર શંકરાચાર્યોની સાથે ભારત અને નેપાળના 1,000 મંદિરોના ધાર્મિક વડાઓને આમંત્રણ આપ્યું હતું.

ભારતમાં અત્યારે ભક્તિનો માહોલ બની રહ્યો છે. આજે જગન્નાથ હેરિટેડ કોરિડોરનું ઉદ્ઘઘાટન થયું. અને ગણતરીના દિવસોમાં જ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામલલાના જીવનનો અભિષેક થવાનો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના આગમનની તૈયારીઓ ચાલી રહી છે. વનવાસ બાદ રામ પાછા અયોધ્યા આવે છે ત્યારે જે રીતે અયોધ્યાને શણગારવામાં આવી હતી તેમ નવ વધુની જેમ અત્યારે અયોધ્યાને શણગારવામાં આવી છે. દેશવાસીઓ 22 જાન્યુઆરીએ રામલલાના જીવનનો અભિષેક સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Big Boss 17/‘બિગ બોસ 17’પલટી ગઈ બાજી, હવે આ ચાર સભ્યો પર પડી શકે છે પહાડ, અંકિતા લોખંડે પર પણ તલવાર 

આ પણ વાંચો:Bigg Boss 17/મુનાવર ફારૂકી અને વિકી જૈન વચ્ચે થઈ ઝપાઝપી, અંકિતા વચ્ચે આવી, કહ્યું- ગળું છોડ…