વિસ્ફોટ/ પાકિસ્તાનના શોપિંગ મોલમાં બોમ્બ વિસ્ફોટ થતા એક વ્યક્તિનું મોત,સાત લોકોની હાલત ગંભીર

પાકિસ્તાનમાં અવારનવાર આતંકવાદીઓ હુમલા કરતા હોય છે અને બોમ્બ વિસ્ફોટ સામાન્ય બન્યા છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાંથી વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories World
14 2 પાકિસ્તાનના શોપિંગ મોલમાં બોમ્બ વિસ્ફોટ થતા એક વ્યક્તિનું મોત,સાત લોકોની હાલત ગંભીર

પાકિસ્તાનમાં અવારનવાર આતંકવાદીઓ હુમલા કરતા હોય છે અને બોમ્બ વિસ્ફોટ સામાન્ય બન્યા છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાંથી વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે. બલૂચિસ્તાનમાં શનિવારે એક શોપિંગ મોલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને સાત અન્ય ઘાયલ થયા હતા.વિસ્ફોટ થતાં સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોમાં ભારે દહેશત પણ જાેવા મળી રહી છે. 

ઉલ્લેખનીય છે કે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. કેટલાક લોકોની હાલત નાજુક છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે સાત ઘાયલોને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે,  વધુમાં જણાવ્યું હતું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પુરાવા મળ્યા છે કે અવારન જિલ્લામાં આતંકવાદી હુમલામાં રિમોટ-કંટ્રોલ્ડ આઈઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બલૂચિસ્તાનના મુખ્યમંત્રી મીર અબ્દુલ કુદ્દુસ બિઝેન્જોએ એક નિવેદનમાં આ ઘટનાની નિંદા કરી અને શોક વ્યક્ત કર્યો. બલૂચિસ્તાન આ વર્ષે હિંસાનું કેન્દ્ર રહ્યું છે જેમાં નાગરિકો, સુરક્ષા કર્મચારીઓ તેમજ અન્ય પ્રાંતોના કામદારો સામે અનેક આતંકવાદી હુમલા થયા છે. ગયા મહિને, પ્રાંતના હોશબ અને કોહલુ વિસ્તારોમાં સુરક્ષા દળોની બે કાર્યવાહીમાં પ્રતિબંધિત બળવાખોર જૂથ બલૂચ રિપબ્લિકન આર્મી સાથે જોડાયેલા 19 શંકાસ્પદ આતંકવાદીઓ માર્યા ગયા હતા

Politics/ગુજરાતમાં જીત્યા બાદ ભાજપે ભરી 2024 માટે હુંકાર, હવે આ નવ રાજ્યોની ચૂંટણીની…