આવનારા સમયમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી (hardeep puri)એ શનિવારે કહ્યું હતું કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સ્થિર રહેશે તો ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા અંગે વિચારણા કરી શકે છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલના ભાવમાં ઘટાડા અંગે કહ્યું કે, ચાલો જોઈએ કે આવનારા સમયમાં શું થઈ શકે છે.
ઈંધણ (ની કિંમતો પર વિવિધ પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દે કોઈ જાહેરાત કરવાની સ્થિતિમાં નથી. તેણે કહ્યું, “આગળ જઈને, અમે જોઈશું કે શું કરી શકાય છે.”
તેમણે કહ્યું, “રાજ્યની માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લા ત્રિમાસિક ગાળામાં ‘ઓકે’ પર્ફોર્મન્સ આપ્યું હતું. ઓઈલ કંપનીઓના આગામી ત્રિમાસિક પરિણામો સારા રહેશે. તેઓએ અમુક નુકસાનની ભરપાઈ કરી છે. તેમણે તેમની કોર્પોરેટ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે. જેમ જેમ આપણે આગળ વધીશું, આપણે જોઈશું કે શું કરી શકાય છે. ”
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારે સુનિશ્ચિત કર્યું છે કે 22 એપ્રિલથી ઇંધણના ભાવમાં કોઈ વધારો ન થાય. તેમણે કહ્યું કે સરકાર વધુ સુનિશ્ચિત કરશે કે ગ્રાહકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.