Surat News/ PM મોદી આજથી બે દિવસ દક્ષિણ ગુજરાતના પ્રવાસે, 2587 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને ભૂમિપૂજન કરશે

આ પછી, તેઓ બપોરે લગભગ 3 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

Top Stories Gujarat Surat Breaking News

South Gujarat: PM મોદી આજે ફરી એકવાર ગુજરાત(Gujarat)ના પ્રવાસે છે, PM મોદી આજે અને કાલે બે દિવસ માટે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે, આજે PM બપોરે 1:30 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચશે અને 1:45 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા સેલવાસ જશે, ત્યારબાદ સેલવાસમાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે અને સેલવાસમાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, ત્યારબાદ PM મોદી (PM Narendra Modi) સાંજે 4:15 વાગ્યે સેલવાસથી પાછા ફરશે અને સાંજે 5 વાગ્યે લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ પહોંચશે. તેઓ 2587 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને ભૂમિપૂજન કરશે.

PM મોદી હેલિપેડથી નીલગિરી મેદાન સુધી રોડ શો કરશે, જેમાં રોડ શોના રૂટ પર 30 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. લિંબાયતમાં NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરવામાં આવશે અને પીએમ મોદી નીલગિરી મેદાન ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. ત્યારબાદ, PM સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે નવસારીમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહેશે. આ પછી, PM 8મી તારીખે સવારે 10:55 વાગ્યે સુરત સર્કિટ હાઉસથી રવાના થશે અને સવારે 11:30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા નવસારી પહોંચશે અને બપોરે 2 વાગ્યે નવસારીથી સુરત એરપોર્ટ પહોંચશે.

આ પછી, તેઓ બપોરે લગભગ 3 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. પીએમની સુરક્ષા માટે 5000 સ્થાનિક પોલીસ ઉપરાંત, અન્ય શહેરો અને જિલ્લાઓના 3000 થી વધુ પોલીસ તૈનાત કરવામાં આવશે. IPS થી PSI સુધીના 500 થી વધુ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત SRP અને હોમગાર્ડ જવાનોની 4 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર, PMના રૂટ પર બેરિકેડિંગ અને સઘન ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય પોલીસ વડાએ પણ સ્થળની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાનો અભ્યાસ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, ‘વનતારા’ની અને સાસણગીરની લેશે મુલાકાત

આ પણ વાંચો:પીએમ નરેન્દ્ર મોદી માર્ચમાં ગુજરાતની બે વખત મુલાકાત લેશે : સ્વાગતની તૈયારી શરૂ, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:સ્પેસ સાયન્સ, AIથી લઈને હેલ્થ ટીપ્સ સુધી… PM મોદીએ મન કી બાતમાં શું કહ્યું?