દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે સાથે તેને અટકાવવાના અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ જીવલેણ વાયરસથી બચવા માટે સરકાર દ્વારા રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આવામાં મોટી-મોટી હસ્તિઓ સાથે સાથે સામાન્ય જનતા પણ કોરોનાની રસી લઈ રહી છે. એવા ઉત્તર પ્રદેશના ગવર્નર રાજ્યપાલ આનંદીબેને આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.
આપને જણાવીએ કે, આ મામલે તેઓએ સોશિયલ મીડિયામાં પણ માહિતી આપી છે.તેમજ લોકોને કોરોનાની રસી લેવા માટે અપીલ કરી છે.
મહત્વનુ છે કે, આ પહેલા ગઈ કાલે સંજય દત્ત અને સલમાન ખાને પણ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.અને તે અંગેની જાણકારી સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી.
