- પાલનપુર અમદાવાદ નેશનલ હાઇવે પર વહેલી સવારે અકસ્માત
- કાણોદર પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત
- અકસ્માતમાં ત્રણ લોકોના મોત , જ્યારે 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્ત લોકોમે સારવાર માટે પાલનપુર સિવિલ માં ખસેડાયા
- ગોઝારા અકસ્માતમાં લકઝરી બસ માં ફસાયેલ લોકોને મહામુસીબતે બહાર નીકળ્યા
- રાજસ્થાન ના રામસીન થી અમદાવાદ જતી લકઝરી બસ અને એરંડા ભરેલી ટ્રક નો ગોઝારો અકસ્માત
રાજ્યમાં અક્સમાતના બનાવો ખુબ વધી રહ્યા છે, ટ્રાફિકના નિયમો નેવે મૂકીને વાહન ચાલકો વાહન હંકારી રહ્યા છે જેના લીધે અકસ્માતના કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે.આજે પાલનપુરના કાણોદર નજીક લકઝરી બસ અને ટ્રક વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાણોદર નજીક ઉભેલી ટ્રક પાછળ રાજસ્થાનથી અમદાવાદ જતી લક્ઝરી બસ ઘૂસી જતા બસમાં સવાર 3 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. 10 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેઓને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતાઓ છે.
પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બસ રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે કેવી રીતે ઉભેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ તે તપાસના વિષય છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
