ગમખ્વાર અકસ્માત/ પુણે-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થતાં 3 લોકોના ઘટનાસ્થળે મોત

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ નજીક છ વાહનો એકબીજા સાથે  અથડાયા હતા. ત્રણ કાર, એક ખાનગી બસ, એક ટેમ્પો અને એક ટ્રેલર અકસ્માતમાં એકસાથે ટકરાયાં હતા

Top Stories

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ નજીક છ વાહનો એકબીજા સાથે  અથડાયા હતા. ત્રણ કાર, એક ખાનગી બસ, એક ટેમ્પો અને એક ટ્રેલર અકસ્માતમાં એકસાથે ટકરાયાં હતા. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બેની હાલત અતિ ગંભીર છે.આ અકસ્માત આજે સોમવારે થયો હતો.

પુણેથી મુંબઈનો રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. જેના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મૃતકોમાં ત્રણેય લોકો કારમાં હતા. મળતી માહિતી મુજબ, રસ્તાની બાજુમાં પાર્ક કરેલા મરઘીઓથી ભરેલી ટ્રક સાથે પહેલા એક કાર અથડાઈ હતી. આ પછી પાછળથી આવતા હાઇ સ્પીડ ટ્રેલર કાર સાથે અથડાયું હતું. જેના કારણે કાર સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગઈ હતી. હાલમાં કારમાં સવાર લોકોના મૃતદેહ બહાર કાઢી શકાયા નથી.

હાઇવે પોલીસની ટીમ સ્થળ પર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરની ખામી સામે આવી રહી છે. હાલ પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે