મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપથી સંક્રમિત 66 દર્દીઓ મળી આવ્યા છે અને તેમાંથી પાંચના મોત થયા છે. આ 66 દર્દીઓમાંથી કેટલાક લોકોએ રસીના બંને ડોઝ લીધા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે શુક્રવારે આ માહિતી આપી હતી. આ કેસ રાજ્યના વિવિધ ભાગોમાંથી લેવામાં આવેલા નમૂનાઓના જીનોમ સિક્વન્સીંગ ટેસ્ટમાં સામે આવ્યા છે. કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ ફોર્મના ચેપને કારણે મુંબઈમાં 63 વર્ષીય મહિલાના મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. ડેલ્ટા વેરિઅન્ટથી મહિલાનું મોત થતાં
આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં રહેલા આ લોકો અંગે તાલિબાનનું મોટું નિવેદન, કહ્યું – અમારાથી તેઓને કોઈ ખતરો….
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે વૃદ્ધ મહિલા, જેણે જુલાઈના છેલ્લા સપ્તાહમાં વાયરસના આ સ્વરૂપથી પોતાનો જીવ ગુમાવ્યો હતો, તેને કોવિડ વિરોધી રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. બીએમસીના અધિકારીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા બે અન્ય લોકો કે જેઓ મહિલાના મૃત્યુ બાદ તેમના નજીકના સંપર્કમાં હતા તેમને પણ આ પ્રકારના વાયરસથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. વાયરસનું આ સ્વરૂપ અત્યંત ચેપી છે.
આ પણ વાંચો : દારૂ પીવાના મામલે બંગાળ બીજા નંબર પર, આ રાજ્ય પહેલા નંબર પર છે જાણો
છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો આંકડો 21 થી 66 સુધી પહોંચી ગયો છે. જોકે આમાં કેટલાક કેસ જૂન મહિનામાં સામે આવ્યા હતા, જેનો જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ તાજેતરમાં જ આવ્યો છે. રાજ્ય સર્વેલન્સ ઓફિસર ડો.પ્રદીપ અવાટેએ જણાવ્યું હતું કે, ગભરાવવાની કોઈ જરૂર નથી, કારણ કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટમાં મૃત્યુના કેસોમાં મોટાભાગના દર્દીઓ બિમારીથી પિડીત હતા.વધુમાં કહ્યું કે, ડેલ્ટા હજુ પણ સૌથી ઘાતક વેરિએન્ટ છે, એ સમજવું પણ જરૂરી છે.
ડેલ્ટા પ્લસ ફોર્મના મહત્તમ 13 કેસ ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવમાંથી આવ્યા છે. તે જ સમયે, 12 કેસ રત્નાગિરી અને 11 મુંબઈથી આવ્યા છે. બાકીના કેસ અન્ય સ્થળોએથી છે. આપને જણાવી દઈએ કે સૌથી ભયાનક બાબત એ છે કે કોરોનાની બંને રસી લીધા પછી પણ હવે ડેલ્ટાથી લોકોના મોતના અહેવાલો છે.
આ પણ વાંચો : નવજોત સિંહ સિદ્વુએ બોલાવેલી બેઠકમાં ન પહોચ્યા કેપ્ટન સહિત તેમના સમર્થક મંત્રીઓ
મહત્વનું છે કે, હવે મહારાષ્ટ્રમાં કોરોના ફરી એકવાર માથું ઊંચક્યું છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 6686 કેસ મળી આવ્યા હતા અને 158 લોકોના મોત થયા હતા. તેના કારણે મહારાષ્ટ્રમાં કુલ કોરોના કેસ વધીને 6382076 અને મૃત્યુઆંક 134730 થયો છે.
આ પણ વાંચો : આસામમાં મંદિરથી પાંચ કિલોમીટર વિસ્તારમાં ગોમાંસ વેચવા પર લાગ્યો પ્રતિબંધ,કાયદો પસાર
