ભારત એક એવો દેશ છે જ્યા ટેલેન્ટની જરા પણ કમી નથી. દેશનાં શહેરોથી લઇને ગામડાઓમાં એવા ટેલેન્ટેડ લોકો છે કે જેઓ પોતાના કઇંક અલગ કરી બતાવવાનાં જુસ્સાનું પ્રદર્શન આપતા રહે છે. ઘણીવાર તો લોકો એવો જુગાડ કરી આપણી સમક્ષ કઇંક એવી ચીજ-વસ્તુઓ બનાવીને રજૂ કરે છે જે જોયા બાદ કોઇ પણ પોતાનુ માથુ ખંજવાળવા લાગે. ત્યારે હવે અમે તમને એક એવા જ શખ્સની વાત કરવા જઇ રહ્યા છીએ કે જેણે પોતાના જુગાડથી એક એવુ વાહન બનાવ્યુ છે કે જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યુ છે.
આ પણ વાંચો – કોરોના / મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર પર સંકટના વાદળો ઘેરાયા,8 પોલીસકર્મી સહિત 10 લોકો કોરોના સંક્રમિત…
દેશમાં લોકો કેટલા ટેલેન્ટેડ છે તેનુ ઉદાહરણ જોવુ હોય તો તમે દુનિયાની ટોપની કંપનીઓનાં CEO નાં નામ જાણી લો. તમને લગભગ કંપનીનાં CEO ભારતનાં જ છે તેવુ જાણવા મળી જશે. આ એક એવો દેશ છે જ્યાથી અંગ્રેજો કોહીનૂર તો લઇ ગયા પણ આપણી અંદર રહેલુ ટેલેન્ટ ન ચોરી શક્યા. ત્યારે અમે તમને આજે એક એવા ભારતીયની વાત કરવા જઇ રહ્યા છીએ કે જેણે પોતાના જુગાડથી એવુ વાહન બનાવ્યુ છે કે જે સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. આ પહેલા આપને જણાવી દઇએ કે, ભારતનાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા વારંવાર વાયરલ ફોટા અથવા વીડિયો પોસ્ટ કરીને તેમના ફોલોઅર્સને મનોરંજન કરતા રહે છે. તેમણે ફરી એકવાર આવું જ કંઈક કર્યું છે. આ વખતે મહિન્દ્રા ગ્રૂપનાં ચેરમેને એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો જોઈને ખુદ આનંદ મહિન્દ્રા પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જણાવી દઇએ કે, મહારાષ્ટ્રનાં એક વ્યક્તિએ ભંગાર વસ્તુઓમાંથી ફોર વ્હીલર બનાવ્યું છે. જેણે આનંદ મહિન્દ્રાનું દિલ જીતી લીધું છે. આ અનોખા સર્જનનો વીડિયો-રિપોર્ટ પ્રસિદ્ધ કરનાર યુટ્યુબ ચેનલ હિસ્ટોરીકાનો અનુસાર, દત્તાત્રેય લોહારે ઓછું ભણેલા હોવા છતાં તેમના પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે આ વાહન બનાવ્યું હતું. ફોર વ્હીલર માત્ર રૂ. 60,000નાં ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તેમાં કિક-સ્ટાર્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે જે સામાન્ય રીતે ટૂ વ્હીલરમાં જોવા મળે છે. મહિન્દ્રા ગ્રુપનાં ચેરમેન આનંદ મહિન્દ્રાએ 45 સેકન્ડની ક્લિપ શેર કરી છે જેમાં દત્તાત્રેય લોહારને બતાવી રહ્યા છે કે આ 4 વ્હીલર કેવી રીતે કામ કરે છે. વીડિયો શેર કરતા તેમણે લખ્યું, “આ દેખીતી રીતે કોઈપણ નિયમો સાથે મેળ ખાતું નથી, પરંતુ હું મારા લોકોની ચાતુર્ય અને ‘ન્યૂનતમ’ ક્ષમતાઓની પ્રશંસા કરવાનું ક્યારેય બંધ કરીશ નહીં.”
This clearly doesn’t meet with any of the regulations but I will never cease to admire the ingenuity and ‘more with less’ capabilities of our people. And their passion for mobility—not to mention the familiar front grille pic.twitter.com/oFkD3SvsDt
— anand mahindra (@anandmahindra) December 21, 2021
આ પણ વાંચો – Photos / PM મોદી બાળકોને જોઈને થયા ભાવુક, બાળકોને તેડી હવામાં ઉછાળ્યા, જુઓ શાનદાર તસવીરો
આ વીડિયો અત્યાર સુધીમાં લગભગ 2 લાખ વખત જોવામાં આવ્યો છે. વીડિયો પર 12 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. હિસ્ટોરીકાનો અનુસાર, લોહાર મહારાષ્ટ્રનાં દેવરાષ્ટ્ર ગામનાં લોહાર પરિવારનાં છે. તેમનું 4 વ્હીલર એ ડાબા હાથનું વાહન છે જે કારનાં જૂના ભાગો અને ભંગાર વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું.
