ક્રિકેટ/ IPL ની બાકીની મેચોથી મોટી સંખ્યામાં વિદેશી ખેલાડીઓ થઇ શકે છે બહાર, જાણો કેમ

બીસીસીઆઈએ આઈપીએલ 2021 ની બાકીની મેચ યોજવા માટે તૈયારી શરૂ કરી દીધી છે.

Sports

બીસીસીઆઈએ આઈપીએલ 2021 ની બાકીની મેચ યોજવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. બીસીસીઆઈએ જાહેરાત કરી છે કે આઈપીએલ 14 ની બાકીની મેચ યુએઈમાં યોજાશે. મેચોનું આયોજન સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમ્યાન કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. પરંતુ હજી સુધી તે કહેવામાં આવ્યું નથી કે બાકી રહેલી મેચની પ્રથમ મેચ ક્યારે થશે. ઉપરાંત, સંપૂર્ણ શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું નથી. આ દરમિયાન ઘણા દિગ્ગજ ખેલાડીઓ આઈપીએલની બાકીની મેચમાંથી બહાર થઈ શકે છે.

હેલ્થ અપડેટ / PM મોદીએ મિલ્ખા સિંહના પૂછ્યા હાલચાલ, જલ્દી સ્વસ્થ થવાની કરી પ્રાર્થના

એવી આશંકા છે કે આવા ઓછામાં ઓછા 40 ખેલાડીઓ છે જે બાકીની મેચોમાં રમશે નહીં. આવી સ્થિતિમાં, ઘણી મોટી ટીમો માટે સંકટ ઉભુ થઈ ગયુ છે, જેનો તેઓએ સામનો કરવો પડશે. આઈપીએલ 2021 મેનાં રોજ સસ્પેન્ડ કરાઈ હતી. જે પછી બધા ખેલાડીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. પરંતુ સૌથી વધુ મુશ્કેલી ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓને થઇ હતી. કારણ કે ઓસ્ટ્રેલિયન સરકારે ત્યાં વિમાન મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, બીસીસીઆઈની મદદથી ઓસ્ટ્રેલિયાનાં તમામ ખેલાડીઓને માલદીવ મોકલવામાં આવ્યા હતા. તે પછી ખેલાડીઓ ત્યાંથી તેમના દેશ પરત ફર્યા હતા. જ્યારે આઈપીએલને સસ્પેન્ડ થયાને એક મહિનો થયો ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ તેમના ઘરે પહોંચી શક્યા હતા.

ક્રિકેટ / એક જ સમયે બે અલગ-અલગ જગ્યાએ મેચ રમશે બે ભારતીય ક્રિકેટ ટીમ : કોહલી

એક મહિના પછી પરિવારનાં સભ્યોને મળ્યા બાદ, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ફરી એક વખત યુએઈમાં આઈપીએલ રમવા પાછા જશે કે કેમ તે અંગે સવાલો ઉભા થવા લાગ્યા છે. આ અગાઉ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પણ જાહેરાત કરી છે કે તેઓ તેમના ખેલાડીઓ આઈપીએલમાં મોકલવા માટે કોઇ ખાસ  ઉત્સાહિત નથી. ઈસીબીનાં ડિરેક્ટર એશ્લે જાઇલ્સે પણ કહ્યું હતું કે તેમના ખેલાડીઓએ બાકીની ટૂર્નામેન્ટ રમવાની છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી છે. ટી-20 વર્લ્ડ કપ આવી રહ્યો છે, જ્યારે એશિઝની પણ તૈયાર કરવી પડશે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું ઈંગ્લેન્ડનાં ખેલાડીઓ આઈપીએલ રમવા આવશે.

ક્રિકેટ / શોએબ મલિકની જેમ આ પાકિસ્તાની ખેલાડી પણ છે ભારતના જમાઈ,વિરાટની ફેન આ સુંદર યુવતીને બનાવી પત્ની

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેંડ પછી વેસ્ટ ઇન્ડીઝનાં આઈપીએલમાં સૌથી વધુ ખેલાડીઓ રમે છે. એવી કોઈ ટીમ નથી કે જેની પાસે વેસ્ટ ઇન્ડીઝનો ખેલાડી ન હોય. સીપીએલ એટલે કે કેરેબિયન પ્રીમિયર લીગનું આયોજન સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન વેસ્ટ ઇન્ડીઝમાં થવાનું છે. આવી સ્થિતિમાં તે તેમની ટૂર્નામેન્ટ છોડીને આઈપીએલ રમવા આવશે, તેવું માનવુ પણ એક મઝાક બરાબર કહી શકાય. વળી બાંગ્લાદેશ ક્રિકેટે પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમના ખેલાડીઓને આઈપીએલ માટે એનઓસી આપશે નહી. એટલે કે, સૌથી મુશ્કેલ ચાર દેશો તરફથી આવી શકે છે. જોકે, બીસીસીઆઈએ હજી શેડ્યુલ અને તારીખની જાહેરાત કરી નથી કારણ કે બાકીનાં ક્રિકેટ બોર્ડ સાથે ખેલાડીઓની ઉપલબ્ધતા વિશે વાત કરવાનું બાકી છે. એ જોવું રહ્યું કે બીસીસીઆઈ આ સમગ્ર મામલાને કેવી રીતે હેન્ડલ કરે છે.