છેડતી/ ઓડિશાના જગન્નાથ મંદિરમાં પુજારીએ બાળકીની કરી છેડતી,પોલીસે કરી ધરપકડ

ઓડિશાના પુરી શહેરમાં પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરમાં 12 વર્ષની બાળકીની છેડતી કરવા બદલ એક પુજારીની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories

ઓડિશાના પુરી શહેરમાં પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરમાં 12 વર્ષની બાળકીની છેડતી કરવા બદલ એક પુજારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, હૈદરાબાદથી આવેલી યુવતી અને તેના પરિવારની ફરિયાદ બાદ પુજારીની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 12 મી સદીના આ મંદિર પરિસરમાં આવેલા નાના મંદિરમાં 12 વર્ષની બાળકી પ્રાર્થના કરી રહી હતી. પુજારીએ મંદિરમાં એકલી  હતી ત્યારે છેડતી કરી હતી  જ્યારે તેના માતા -પિતા મુખ્ય મંદિરમાં હતા. સંકુલમાં 136 નાના મંદિરો આવેલા છે

બાળકીના માતાપિતાએ સિંઘદ્વાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તે રડતી બાળકી મંદિરથી ભાગી ગઈ હતી અને માતાને તેના રડમશ અવાજ સાંભળ્યો હતો.બાળકીએ તમામ બાબતથી માતાને વાકેફ કર્યા બાદ તેમની  ફરિયાદના આધારે, પુજારીને શુક્રવારે કસ્ટડીમાં લેવામાં આવી હતી અને પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટના અંગે મુખ્ય કલ્યાણ સમિતિને પણ જાણ કરી છે. એસપી કે.વી.સિંહે જણાવ્યું કે, મેજિસ્ટ્રેટ સમક્ષ બાળકીનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે આવા બનાવાે વધી રહ્યા છે.