નવરાત્રીમાં માતાજીની ઉપાસના માટે ખરીદેલ ગરબો નવરાત્રી પૂર્ણ થયા બાદ લોકો પધરાવી દેતા હોય છે. પરંતુ જેતપુરના કેટલાક યુવાનોએ આવા ગરબા ઓનો સદઉપયોગ કરી ગરબાનો ચકલીનું ઘર બનાવી નિઃશુલ્ક વિતરણ ચાલુ કર્યું છે.
નવરાત્રી દરમીયાન દરેક હિન્દુઓ માતાની ઉપાસના માટે ગરબા ખરીદતા જ હોય છે. અને નવરાત્રી પૂર્ણ થઈ ગયા બાદ તેને મંદિરે મૂકી આવતા હોય છે અથવા તો નદીમાં પધરાવી દેતા હોય છે. પરંતુ આવા બિનઉપયોગી થઈ ગયેલ ગરબા માંથી નેસ્ટ (ચકલીનો માળો) કેટલાક યુવાનો બનાવે છે.

હાલના સમયમાં ચકલીનો કલરવ સાંભળવા પર્યાવરણ પ્રેમીઓને જંગલમાં જવું પડે છે. શહેરોમાં તો કોન્ક્રીટના જંગલો બની ગયા છે જ્યાં ચકલીઓને રહેવું પણ દુષ્કર થઈ ગયું છે. જેથી જ ચકલી બચાવો અભિયાન પણ પર્યાવરણ પ્રેમીઓએ હાથ ધર્યું છે. આ આ અભિયાનમાં સહયોગ આપવા જેતપુરના જગદીશભાઈ ચાવડા, રાજુભાઇ બગથરીયા તેમજ તેમના કેટલાક મિત્રોએ પણ નવરાત્રી પૂર્ણ થઈ ગયા બાદ લોકો મંદિર મૂકી આવે છે આવા ગરબાઓ મંદિરેથી લાવવામાં આવે છે ત્યારબાદ ગરબાનું ચકલીને રહેવા જેવું કટીંગ કરી તેમાં કાણાં પાડી છત કે વૃક્ષ પર લટકાવવા તેમાં લોખંડના તાર બાંધવામાં આવે છે. અને ગરબામાં ચારે બાજુ કાણાં હોવાથી ચકલીઓને હવાની અવરજવર પણ મળી રહે છે.
ઉપરાંત ગરબા પર ઢાંકણ હોવાથી વરસાદી પાણીથી પણ ચકલીઓને રક્ષણ મળે છે. ગરબામાંથી તૈયાર થઈ ગયેલ ચકલી ઘરનું આ યુવાનો દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. સેવાભાવી લોકો નાં જણાવીયા મુજબ દર વર્ષ નોરતા પૂર્ણ થયા બાદ લાખો ગરબા માની આરાધના પુરી થયા બાદ મંદિરમાં મૂકી આવે છે. જો બધા લોકો આવી રીતે એક એક ગરબો પંખીનો માળો બનાવી પોતાના ઘરના આંગણમાં લગાડે તો લુપ્ત થતી ચકલીઓનો મધુર અવાજ ફરી આપણા કાને આવવા લાગશે.
Education / CBSEની ધો. 10-12ની પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખથી પરીક્ષા થશે શરુ
National / ખાતરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં : કેન્દ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવિયા
પાકિસ્તાન / બલુચિસ્તાન યુનિવર્સિટી પાસે વિસ્ફોટ
અનોખા લગ્ન / કેરળમાં વર અને કન્યા તપેલામાં બેસી લગ્ન સ્થળ પર પહોંચ્યા
વૈભવી લગ્ન / અબજોપતિ બિલ ગેટ્સની પુત્રીએ ઇજિપ્તના નાસર સાથે કર્યા લગ્ન, આટલા પૈસા ખર્ચ્યા, જુઓ ફોટો
