પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વિરાટ કોહલીનાં ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તેણે કિંગ કોહલીનાં આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને કહ્યું છે કે, તે જે સમયથી પસાર થઇ રહ્યા છે તે તબક્કામાંથી તમામ ખેલાડીઓ એકવાર તો પસાર થાય જ છે. આફ્રિદીનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે વિરાટ પોતાની બેટિંગ પર ધ્યાન આપે.
આ પણ વાંચો – Cricket / ક્રિકેટ જગતને મળ્યો નવો સ્ટાર, અંડર-19 વર્લ્ડકપમાં કરી રહ્યો છે શાનદાર પ્રદર્શન
આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનાં ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાના નિર્ણય અંગે એક નિવેદન આપ્યુ છે. આફ્રિદીનું માનવું છે કે, વિરાટનો નિર્ણય એકદમ સાચો છે અને તે એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે જેમાંથી દરેક ખેલાડી પસાર થાય છે. આફ્રિદીનું માનવું છે કે હવે સમય આવી ગયો છે કે વિરાટ કેપ્ટન્સી છોડીને પોતાની બેટિંગ પર ધ્યાન આપે અને આ રીતે તે પોતાની બેટિંગનો આનંદ પણ માણી શકશે. આફ્રિદીએ કહ્યું કે, દરેક ખેલાડીની કારકિર્દીમાં એક એવો તબક્કો આવે છે જ્યારે તે દબાણને સંભાળવામાં અસમર્થ હોય છે. આફ્રિદીએ સમા ટીવી પર કહ્યું, ‘મારા મતે આ યોગ્ય નિર્ણય છે. વિરાટે ઘણું ક્રિકેટ રમ્યું છે, અને ટીમનું નેતૃત્વ સારી રીતે કર્યું છે અને મને લાગે છે કે આ યોગ્ય નિર્ણય છે. એક એવો તબક્કો આવે છે જ્યારે તમે દબાણને હેન્ડલ કરી શકતા નથી અને તેના કારણે તે તમારા પોતાના પરફોર્મન્સને પણ અસર કરે છે. મને લાગે છે કે તેણે લાંબા સમયથી કેપ્ટનશિપ કરી છે. એક બેટ્સમેન તરીકે તેની બેટિંગનો આનંદ લેવાનો સમય આવી ગયો છે.
આ પણ વાંચો – IPL / અમદાવાદની ટીમ તરફથી હાર્દિક પંડયા સહિત આ ખેલાડીઓ રમશે,હરાજી પહેલા આટલા રૂપિયામાં કરી પસંદગી,જાણો વિગત
ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારનાં બીજા જ દિવસે વિરાટે સોશિયલ મીડિયા દ્વારા ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. વિરાટે T20 વર્લ્ડકપ 2021 પહેલા કહ્યું હતું કે, આ ટૂર્નામેન્ટ પછી તે T20 ટીમની કેપ્ટન્સી છોડી દેશે, પરંતુ ODI અને ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ પહેલા વિરાટને ODI ટીમનાં કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો, જેના કારણે ઘણો વિવાદ થયો હતો.
