આરામની પળ / T20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી દરિયામાં Fishing કરતો જોવા મળ્યો

શમીએ માછલી પકડતી વખતે પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે બીચ પર બોટમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેના હાથમાં સ્ટીકની સાથે એક મોટી માછલી પણ જોવા મળે છે.

ભારતીય ક્રિકેટ ટીમનો 31 વર્ષીય અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી આ દિવસોમાં ક્રિકેટનાં મેદાનથી દૂર રજાઓ માણી રહ્યો છે. આ દરમિયાન, તે તેના ચાહકો માટે દરરોજ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. આ કડીમાં તેણે માછલી પકડતી વખતે પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે બીચ પર બોટમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેના હાથમાં સ્ટીકની સાથે એક મોટી માછલી પણ જોવા મળે છે.

આ પણ વાંચો – વિવાદ / મનમાં આવે તે બોલવુ કંગનાને આ વખતે પડ્યું ભારે, દિલ્હી વિધાનસભાની પેનલે મોકલ્યુ સમન

આપને જણાવી દઈએ કે, કુ એપ પર શેર કરવામાં આવેલી આ તસવીરમાં શમી હાફ સ્વેટરમાં બ્લેક કેપ પહેરેલો જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતાં ભારતીય ફાસ્ટ બોલરે કેપ્શનમાં લખ્યું, ‘ફિશિંગ.’ વળી, શમી દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીર તેના ચાહકો દ્વારા પણ પસંદ કરવામાં આવી રહી છે. આ કડી પર ટિપ્પણી કરતા, એક કુ યુઝર્સે લખ્યું, ‘યુપીનો હીરો.’ વળી, અન્ય યુઝરે કોમેન્ટ કરતા તેને સવાલ કર્યો છે. ચાહકે શમીને પૂછ્યું, ‘આ કઈ માછલી છે?’ આપને જણાવી દઈએ કે યુનાઈટેડ અરબ અમીરાતમાં હાલમાં જ પૂર્ણ થયેલા ICC મેન્સ T20 વર્લ્ડકપ 2021માં ભારતીય અભિયાનનાં અંત સાથે, ઘણા ભારતીય સિનિયર ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી T20 આંતરરાષ્ટ્રીય સીરીઝ અને ટેસ્ટ સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો – SA vs NED / દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર Lungi Ngidi કોરોના પોઝિટિવ, નેધરલેન્ડ વિરુદ્ધ સીરીઝથી કરાયો બહાર

જણાવી દઇએ કે, દેશનાં ઘણા સિનિયર ખેલાડીઓ લાંબા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યા હતા. રમત દરમિયાન મેદાનમાં તેમના શરીર પર થાકની અસર સ્પષ્ટ દેખાતી હતી. આથી સિલેક્ટરોએ આગામી કેટલીક મોટી સીરીઝ પહેલા તેમને આરામ આપવાનો નિર્ણય કર્યો છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment