અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે મતદાન કર્યું હતું. અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું. રાજ્યમાં આજે 6 મનપાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે.ત્યારે તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા પહોંચ્યા છે.સાથે જ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
જણાવીએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનાં પત્નિ સોનલબેન શાહ સાથે નારણપુરા સબઝોનલ કચેરી ખાતે મતદાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 9 (નારણપુરા) ખાતે મતદાન કર્યું હતું.
અમિત શાહ નારણપુરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. શાહ 10.20 કલાકની આસપાસ મત આપવા પહોંચ્યા હતા. અમિત શાહે મતદાન કર્યું એ વોર્ડમાં જયેશ પટેલ,ગીતા પટેલ,દર્શન શાહ અને બિનદા સુરતી ભાજપના ઉમેદવાર છે પણ આ પૈકી બિનદા સુરતી બિનહરીફ ચૂંટાયાં છે તેથી ત્રણ સભ્યોને ચૂંટવા આજે મતદાન છે.
પીએમ મોદી પણ અમદાવાદ નગર નિગમના મતદાતા છે, પરંતુ તેમના વોટિંગ કરવા અંગે કોઈ પુષ્ટિ થઇ નથી. ત્યાં જ કોરોના કાળમાં થનારી આ ચૂંટણીમાં મતદાન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મતદાન કરશે, પરંતુ ચૂંટણી આયોગની ગાઇડલાઇન મુજબ મુખ્યમંત્રી સાંજે 5 વાગ્યે રાજકોટમાં મતદાન કરશે.
