આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી અને તેમની બહેન શર્મિલા વચ્ચે બધુ બરાબર નથી. 8 જુલાઈ પછી બંને વચ્ચેના સંબંધો વધુ બગડ્યા છે, જ્યારે તેમની બહેન વાય.એસ. શર્મિલાએ પોતાના ભાઈના મદદ અને ઈચ્છા વગર તેલંગણામાં પોતાની વાયએસઆર તેલંગણા પાર્ટી (વાયએસઆરટીપી) બનાવી. ત્યારથી બંને ભાઈ -બહેનના સંબંધોમાં અંતર છે.આ અતંર પિતાની પુણ્યતિથિમાં પણ જોવા મળ્યો હતો .
આની એક ઝલક ગુરુવારે પણ જોવા મળી હતી, જ્યારે જગનમોહનના પિતા અને કોંગ્રેસના પૂર્વ સીએમ વાયએસ રાજશેખર રેડ્ડીની 12 મી પુણ્યતિથિ હતી. મુખ્યમંત્રીના માતા વાયએસ વિજયાલક્ષ્મીએ આ દિવસે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. દરેક પક્ષમાંથી લગભગ ત્રણસો લોકોને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. લોકોને આશ્ચર્યચકિત કરવા માટે, જગનમોહન રેડ્ડી આ ઇવેન્ટમાં સામેલ ન થયા, જ્યારે શર્મિલા તેની માતા સાથે સમગ્ર ઇવેન્ટ દરમિયાન રહી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીએ બેઠકમાં ભાગ ન લેતા તેમની માતાને ભારે દુખ થયું હતું.
જો કે, મીડિયા અહેવાલો અનુસાર, અગાઉ મુખ્યમંત્રી તેની માતા વિજયમ્મા અને બહેન શર્મિલા સાથે આંધ્ર પ્રદેશના કડપહ જિલ્લાના ઇડુપુલાપાયા ખાતે વાયએસઆર ઘાટ પર તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. તેઓ ચાલીસ મિનિટ સુધી સાથે રહ્યા પરંતુ સંબંધોમાં અસર જોવાઇ રહી હતી.
શ્રદ્ધાંજલિ સભા યોજાઇ હતી, તેમનો ઉદ્દેશ સંપૂર્ણપણે રાજકીય લાગતો હતો. આ બેઠકમાં કોઈ મોટા નેતાઓએ હાજરી આપી ન હતી, પરંતુ જેઓ આવ્યા તેઓ YSR ની ખૂબ નજીક હતા પરંતુ હવે તેઓ રાજકારણમાં સક્રિય નથી. પરંતુ એવું લાગતું હતું કે માતા પક્ષના વરિષ્ઠ નેતાઓ પાસેથી તેમની પુત્રી માટે ટેકો માંગે છે. શર્મિલાને લાગે છે કે તેણે તેના ભાઈને મદદ આપી , હવે તેને મદદ કરવાનો છે.
તેલંગાણામાં પાર્ટીનો વિસ્તાર કરવા માંગે છે જેથી તે સ્વતંત્ર રીતે પોતાનો પ્રભાવ સ્થાપિત કરી શકે. પરંતુ સૂત્રોએ જણાવ્યું કે જગનમોહન રેડ્ડી તેની સખત વિરુદ્ધ છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેમનું ધ્યાન સંપૂર્ણપણે આંધ્રપ્રદેશ પર છે અને તેલંગાણામાં પાર્ટીનો વિસ્તાર કરવો યોગ્ય નથી. જણાવવામાં આવી રહ્યું છે કે શર્મિલા છેલ્લા વર્ષથી તેલંગણામાં પાર્ટીના વિસ્તરણની ચર્ચા કરી રહી હતી, પરંતુ મુખ્યમંત્રીએ હંમેશા તેનો વિરોધ કર્યો હતો.
