રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જિલ્લા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ગઇકાલે રાજકોટના ત્રંબા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જિલ્લા પંચાયતની બેઠક માટે જાહેર સભા સંબોધન કરવામાં આવ્યું હતું. આ સભાના અંતમાં જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવાર ભુપત બોદરે જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ગોવિંદભાઇ કિહલાને ભાજપનો ખેસ પહેરવી સ્વાગત કર્યુ હતું.ચૂંટણી આવે એટલે ભાજપ-કોંગ્રેસમાં નારાજગીને કારણે નેતાઓ પક્ષ પલ્ટો કરે તે સ્વાભાવિક વાત બની ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મનપાની ચૂંટણી પુરી થતા હવે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ થયું છે.
Political / વસાવા Vs વસાવા : નર્મદા જિલ્લામાં મનસુખ વસાવાએ છોટુ વસાવાને રંગ બદલતો કાચીંડો કહ્યો, નેતાઓનો વાણીવિલાસ

Cricket / અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેેડિયમને લઇને સચિને કર્યો મોટો ખુલાસો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરતાની સાથે કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હતું. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટીયા, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શુભાષ માંકડીયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચુક્યા છે. શુભાષ માંકડીયાએ ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે. જ્યારે દિનેશ ચોવટીયા ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા નથી પરંતુ આવતા દિવસોમાં ભાજપમાં જોડાય તેવી પુરી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે જિલ્લા ભાજપ દ્વારા પણ તાજેતરમાં પક્ષ વિરોધી કામ કરી ચૂંટણી સમયે પક્ષને નુકસાન પહોંચાડવાનું કામ કરતા 19 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે છેલ્લી ઘડીના રાજકીય દાવ પેચ રાજકોટ જિલ્લામાં જોવા મળી રહ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
