રાજકોટ શહેરમાં ચાલી રહેલ વેકસીનેશન કામગીરી અંતર્ગત શહેરને ૧૦૦% વેકસીનેશન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા નવો જ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં નિયત કરેલ કોરોના વેકસીન સેન્ટર ખાતે લોકો આવી રસી મુકાવે છે, પરંતુ હજુ એવા પણ લોકો છે જે વેકસીન સેન્ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ઘરે બેઠા કોરોના વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે શહેરના બીમાર, પથારીવશ, દિવ્યાંગ, શારીરિક રીતે અશકત, સગર્ભા માતા અને ધાત્રી માતાને વેકસીન લેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા હેલ્પલાઇન નંબર ૦૨૮૧–૨૨૨૦૬૦૦ કરાયેલ છે અને તેમાં ફોન કરવાથી ઘરે આવીને કોરોના વેકસીન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લાભાર્થીએ હેલ્પલાઇન નંબર પર સવારના ૦૯:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી જ ફોનમાં વેકસીન લેનારની વિગત નોંધાવવાની રહેશે.
આ પણ વાંચો ;ગુજરાત / સૌરાષ્ટ્ર-કચ્છમાં ધરા ધ્રુજવાનો સીલસીલો યથાવત, રાપરમાં 3.7ની તિવ્રતાનો આંચકો
હેલ્પલાઇન કંટ્રોલ મમાંથી જે–તે નજીકના આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા લાભાર્થીઓને જે–તે આરોગ્ય કેન્દ્ર દ્રારા વેકસીનની સેવા લાભાર્થીને ઘરે પુરી પાડવામાં આવશે.વેકસીનના સ્ટોકની ઉપલબ્ધી, વેકસીન સેસનના સમય, જે–તે આરોગ્ય કેન્દ્રના લાભાર્થીની સંખ્યા વિગેરે બાબતો તથા વેકસીન ગાઈડલાઈનને અનુસરીને હેલ્પલાઇનમાં મળેલ માહિતી બાદ ૨૪ થી ૪૮ કલાકમાં લાભાર્થીને ઘરે વેકસીન આપવાની વ્યવસ્થા ગોઠવેલ છે.
હેલ્પલાઇનમાં લાભાર્થીએ મોબાઈલ નંબર, રહેણાંકનું પૂં સરનામું, વેકસીનના પ્રથમ કે બીજા ડોઝની માહિતી અચૂક લખાવવાની રહેશે. યારે પણ કોર્પેારેશનની વેકસીનેશન ટીમ ઘરે રસી આપવા માટે આવે ત્યારે લાભાર્થીએ પોતાનું આધાર કાર્ડ, મોબાઈલ નંબર તથા લીધેલ વેકસીનની વિગત સ્થળ પર અચૂકપણે રાખવાની રહેશે.
આ પણ વાંચો ;બનાસકાંઠા / ડીસામાંથી ફરી ઝડપાયું 10 લાખથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ, ચાર લોકોની અટકાયત
