દેશભરમાં કોરોના રસીનું રસીકરણનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે અને વડા પ્રધાન મોદીએ સોમવારે સવારે પોતે રસી લગાવી હતી, પરંતુ આમ હોવા છતાં, રસી અંગે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ રસી અંગે જે નિવેદન આપ્યું છે. તે ભ્રમ ફેલાવવા વાળું છે. ઓવૈસીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા જે રસી ઉત્પન્ન કરી રહી છે તેના પર સવાલ ઉઠાવ્યા છે. એક જર્મન સરકારના અહેવાલને ટાંકીને ઓવૈસીએ જણાવ્યું હતું કે ભારતમાં સીરમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદિત ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકા રસી કોવિશિલ્ડ, ફક્ત 18-64 વર્ષની વયના લોકોમાં વધુ અસરકારક છે. ઓવૈસીએ આ હકીકત પર સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે.
આ પણ વાંચો : PM મોદી પછી ગૃહ પ્રધાન અમિત શાહ લેશે કોરોના રસી, મેદાંતા હોસ્પિટલનાં ડો.સુશીલા લગાવશે રસી
ઓવૈસીએ તેમના નિવેદનમાં કહ્યું, “દેશના દરેકને કોરોનાથી બચવા માટે રસી લેવાની જરૂર છે, પછી તે કોવિશિલ્ડ હોય કે કોવાક્સિન, વડા પ્રધાને તે લીધી અને દેશને કહ્યું કે દરેકને રસી લેવી પડશે, મોદી સરકારથી મારો સવાલ છે કે, જર્મની સરકારે કહ્યું છે કે ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાએ જે કોવિશિલ્ડ બનાવી છે અને જે તેઓ ભારતમાં સીરમને આપે છે, એસ્ટ્રાજેનેકાના ડો ડેટા કહે છે કે આ રસી 64 વર્ષથી ઉપરના લોકો માટે એટલી અસરકાર નથી જેટલી 18-64 વર્ષ માટે સારી છે. અમે મોદી સરકારને પૂછવા માંગીએ છીએ કે શું આ સાચું છે? “
આ પણ વાંચો : જન્મદિવસ પર CM નીતીશ કુમારે લીધી કોરોના રસી, લોકોને કરી આ અપીલ
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ જાતે જ રસી લીધી છે, તેમણે કહ્યું કે, આજે આ એક યોગાનોયોગ છે કે વડા પ્રધાને કોવેક્સીન લીધી છે, સરકાર અમારા આ ભ્રમ દૂર કરી દે. અમારે રસી લેવાની છે અને મને આશા છે કે, સરકાર દરેક ગરીબ લોકોને રસી પહોંચાડશે. “
આ પણ વાંચો : આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની અટકાયત, જાણો શું છે મામલો
