- પાલિકા-પંચાયતમાં ભાજપ જબરી જીત તરફ
- તા.પં.માં તમામ એરિયામાં ભાજપ આગળ
- 231 તા.પં.માંથી 158માં ભાજપને લીડ
- કોંગ્રેસને માત્ર 17 તા.પંમાં સરસાઇ
- ન.પામાં પણ ભાજપની બલ્લે બલ્લે
- 81 ન.પામાંથી 60માં ભાજપ આગળ
- કોંગ્રેસને માત્ર 6માં જ સરસાઇ
- જી.પં.માં ભાજપનો જબરો દેખાવ
- 31 જિ.પં.માંથી 28માં ભાજપને લીડ
ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. રાજ્યનાં 27 જિલ્લાઓમાં 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટે ગત રવિવારે મતદાન થયું હતું, જેના ચૂંટણી પરિણામ આજે જાહેર કરવામાં આવી રહ્યુ છે. મતોની ગણતરી માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે કોરોના વાયરસ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં, ભાજપ અને આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો વચ્ચે ઘણી જગ્યાઓ પર આકરી લડત થઈ હતી, જે પછી તમામની નજર આ ચૂંટણી પરિણામો પર છે.
ચૂંટણી પરિણામ: 161 જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપ આગળ, 32 બેઠકો પર કોંગ્રેસને મળી લીડ
આપને જણાવી દઇએ કે, પાલિક-પંચાયતમાં હાલમાં ભાજપ આગળ દેખાઇ રહ્યુ છે. તાલુકા પંચાયતમાં તમામ એરિયામાં ભાજપ આગળ ચાલી રહ્યુ છે. 231 તાલુકા પંચાયતમાંથી 158 માં ભાજપ લીડ પર છે. કોંગ્રેસને માત્ર 17 તાલુકા પંચાયતમાં લીડ મળી રહી છે. મગર પાલિકામાં પણ ભાજપની બલ્લે બલ્લે થઇ રહી છે. જ્યારે 81 નગર પાલિકામાંથી 60 માં ભાજપ આગળ ચાલી રહી છે. કોંગ્રેસને માત્ર 6 માં જ સરસાઇ મળી છે. જિલ્લા પંતચાયતમાં ભાજપનો જબરદસ્ત દેખાવ સામે આવી રહ્યો છે. 31 જિલ્લા પંચાયતમાં 28 માં ભાજપને લીડ મળી છે.
ચૂંટણી પરિણામ / Live Update: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો જય-જયકાર નક્કી, કમલમમાં વિજયોત્સવની તૈયારીઓ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
